ભાવનગર: મહુવા પંથકમાં સિમેન્ટ ફેક્ટરી સ્થાપવાના મામલે ફરી વિવાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: મહુવા પથંકમાં સિમેન્ટ ફેકટરી સ્થાપવાના મામલે ફરી વિવાદ છેડાયો છે. આજે બે ગામોમાં લોક સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં વિરોધાભાષી વલણો જોવા મળ્યા હતા, એક તરફ પર્યાવરણના મામલે કનુભાઇ કળસરિયાએ આ ઉદ્યોગ સામે બાયો ચડાવી છે. બિરલા ગ્રુપ દ્વારા મહુવા તળાજા દરિયાઇ પટ્ટી ઉપર ઉદ્યોગ સ્થાપવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે તળાજા તાલુકાના બાંભોર અને નીંચા કોટડા ગામે ખાતે પોલીસ બંદોબસ્ત સાથે સુનાવણી હાથ ધરાઇ હતી.

- વિકાસમાં રોડા નખાતા હોવાનો પણ સૂર
- કોટડા, બાંભોરમાં સુનાવણી હાથ ધરાઇ

આ સુનાવણીમાં જળ, જમીન, જંગલ બચાવો સમિતીના કનુભાઇ કળસરિયાએ વિરોધ વ્યકત કર્યો હતો, અને આ સિમેન્ટ ફેક્ટરી બનવાથી પર્યાવરણને વ્યપક નુકસાન થવાની દહેશત વ્યકત કરી હતી. જેના સમર્થનમાં તલી, વાલર, બાંભોર, દયાળ અને કોટડા ગામના લોકોને બંધ પાળીને વિરોધ કર્યો હતો. તો બીજી બાજુ કેટલાક લોકોએ આ વિકાસ કામોમા કનુભાઇ રૂકાવટ લાવતા હોવાનો પણ સૂર વ્યકત કર્યો હતો. સુનાવણીમાં તળાજાના ડે. કલેકટર મહિપાલસિંહ ચૂડાસમા, જીપીસીબીના તથા અન્ય ખાતા અધિકારીઓ , કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કંપનીએ કેટલી જમીન ખરીદી?

દરિયાઇ પટ્ટી પર આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા અલ્ટ્રાટેક સિમેન્ટની ફેકટરી સ્થાપવા માટે 258 હેકટર જમીન અગાઉ ખરીદી કરી હતી. જેના ઉપર સિમેન્ટની ફેકટરી સ્થપાય તે પૂર્વે નિયમાનુસાર લોક સુનાવણી હાથ ધરાઇ હતી. પરંતુ આજે બહોળી સંખ્યામાં લોકો વિરોધ કરવા ઉમટી પડ્યા હતા.

કેવી દહેશત વ્યકત કરવામાં આવી છે?

* સિમેન્ટ ફેકટરીના લીધે પર્યાવરણને વ્યાપક નુકસાન થશે
* ઉંડા પાણીના સરોવર સમાન મેથાળા બંધારાનું કામ થઇ નહીં શકે
* આ પથંકમાં બે ડઝન ગામોને તેનુ નુકસાન થશે
* ફળદ્રુપ જમીન ઘટશે, ખેતીને નુકસાન થશે
અન્ય સમાચારો પણ છે...