આફતના વાદળો વચ્ચે ભાવનગર ભગવાન ભરોસે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: વરસાદને કારણે ગંભીર સ્થિતિ સર્જાઇ છે અને હજુ પણ આફતમાં વાદળો મંડરાયેલા રહ્યા છે ત્યારે ભાવનગરમાં આફતની સ્થિતિની પૂર્વ તૈયારીમાં માત્ર સૂચનાઓ, બેઠકો અને કાગળ પર જ તંત્ર સજ્જ છે. શહેરમાં સાડા છ લાખની વસતિની સુરક્ષાનો ભાર ફાયર િબ્રગેડ પર ઠાલવ્યો છે. પરંતુ ફાયર બ્રિગેડના કુલ 40 કર્મચારીઓ પૈકી ફાયરના વાહનો માટે પુરતા ડ્રાઇવર પણ નથી ત્યારે 3 બોટ ચલાવવા અને તરવૈયાની સક્ષમતા માટે કેટલો િવશ્વાસ રાખી શકાય.

રાજ્યભરમાં તંત્રને એલર્ટ રહેવાના આદેશ છે. ભાવનગરમાં પણ સ્થાનિક કક્ષાએ આદેશો અપાયા છે. પરંતુ વાસ્તવમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થતિ છે. તમામ નગરપાલિકામાં ઇમરજન્સી લાઇટ, દોરડા, લાઇફ જેકેટ અને લાઇફ બોયા રાખ્યા છે અને ભાવનગર શહેરમાં કલેકટર કચેરીમાં તેમજ ફાયર બ્રિગેડમાં વસ્તુઓ અપાઇ છે. પરંતુ તમામ આધાર ફાયર બ્રિગેડ પર રખાયો છે. ફાયર િબ્રગેડમાં બે રબ્બર બોટ અને 1 ફાયબર બોટ અપાઇ છે.
 
પરંતુ બોટ ચલાવવાની ટ્રેનિંગ જ્યારે બોરતળાવ ભરાયેલું હતું એટલે કે, બે વર્ષ પૂર્વે અમુક ફાયર મેનોને આપી હતી. તેમજ તમામ ફાયર મેનોને સ્વિમીંગ આવડવાનો તંત્ર દાવો કરે છે પરંતુ વર્તમાનમાં 25 ટકા ફાયર મેનોને પણ વ્યવસ્થિત સ્વિમીંગ આવડતું નથી કે તેઓ પૂરની સ્થિતિમાં તરીને કોઇનો જીવ બચાવી શકે. તેમજ હાલમાં ફાયર િબ્રગેડમાં પૂરતા ડ્રાઇવરો પણ નથી. ત્યારે આફત સામે લોકોનું તંત્ર રક્ષણ કઇ રીતે કરી શકે ? તે મોટો પ્રશ્ન છે.
અન્ય સમાચારો પણ છે...