તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવેણાની જલ્પા રાષ્ટ્રભાષા પરીક્ષામાં સમગ્ર દેશમાં પ્રથમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ-વર્ધા દ્વારા લેવાયેલી રાષ્ટ્રભાષા પરિચય પરીક્ષામાં તેજસ્વી સ્કૂલના શિક્ષિકા મકવાણા જલ્પા ઝવેરભાઈએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે વિજેતા બની ભાવનગર શહેરનું ગૌરવ રાષ્ટ્રીય કક્ષાએ વધાર્યું છે.

સમિતિ દ્વારા આગામી તા.11ના રોજ ગુહાહાટી-આસામ રાજ્ય ખાતે 31મો દીક્ષાંત સમારોહ યોજાશે. જેમાં તેમનું સન્માન કરવામાં આવશે. જિલ્લા કેન્દ્રના વ્યવસ્થાપક રવિભાઈ ચુડાસમાએ માહિતી આપતા જણાવ્યું કે, રાષ્ટ્રભાષા રત્ન ઉત્તીર્ણ પરીક્ષાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ અને શાલથી પુરસ્કૃત કરાશે. ઉપરાંત સુલેખન, પ્રાથમિક, પ્રારંભિક, પ્રવેશ, કોવિદ, રત્ન પરીક્ષાઓમાં સમગ્ર દેશના તારકોને ત્યાં બોલાવવામાં આવ્યા છે. જેમાં ભાવનગરના જલ્પાબેનનો પણ સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...