ડુંગળીમાં સહાયના સરકારના નિર્ણયમાં ભાવનગરને અન્યાય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવો નહીં મળતા સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાનો જે નિર્ણય કરાયો છે. તે સમય મર્યાદામાં એક માત્ર મહુવા સવિાય ભાવનગર, તળાજા, પાલિતાણા યાર્ડમાં વેચાણ કરતા ખેડૂતોને કોઇ લાભ મળી શકશે નહીં. સરકારની સહાયમાં ભાવનગર જિલ્લાને અન્યાય થશે.

આ વર્ષે ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. ખેડૂતોને કફોડી હાલતમાંથી ઉગારવા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ડુંગળીની થેલી દીઠ રૂ.40થી 50ની સહાય કરવાનો નિર્ણય થઇ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને મુખ્યત્વે ભાવનગર, ઘોઘા, તળાજા, પાિલતાણા, સિહોર તાલુકાના ખેડૂતો ભાવનગર માર્કેટ યાર્ડમાં વેચાણ માટે ડુંગળી લાવતા હોય છે.

ભાવનગર અને મહુવા યાર્ડમાં ડુંગળીની આવક વાવેતર મુજબ આગળ-પાછળ આવતી હોય છે. ભાવનગર, તળાજા અને પાલિતાણા યાર્ડમાં સમય મુજબ 1 ડિસેમ્બર 2016થી 31 જુલાઇ 2017 સુધીમાં ડુંગળીની મુખ્ય આવકો આવેલી હોય છે. ત્યારબાદના સમયમાં આ વિસ્તારના ખેડૂતોને પાણી તથા ભાવ ન મળતા મોટાભાગના ખેડૂતોએ જમીનમાં જ ખેડી નાંખેલ હોય છે. હાલમાં ખેડૂતોને સહાય માટે બની રહેલી પોલીસી 1 માર્ચથી 10મી જૂન 2017 સુધીના સમયના વેચાણ ઉપર જ આપવાનું નક્કી થઇ રહ્યું છે. તે સમય મુજબ સહાયનો લાભ માત્ર મહુવાના ખેડૂતોને જ મળી શકે. 

મહુવા સવિાયના સમગ્ર જિલ્લાના ખેડૂતો ભારે અન્યાય થવાની શક્યતા વર્તાવી ભાવનગર માર્કેટ યાર્ડ વેપારી એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે સમયમાં ફેરફાર કરી તમામને લાભ મળે તેવો નિર્ણય કરતા ઉપરાંત પોલીસી મુજબ ખેડૂતોએ જે નામે વેચાણ થયેલ હોય તેના જ નામની 7/12, 8/અ માંગવાના નિર્ણયમાં મોટાભાગે જમીન રેકર્ડમાં પિતાનું નામ ચાલતું હોવાથી પિતાના નામનું 7/12, 8/અ માન્યા રાખવા, ચેક ઉપરાંત બિલનું પેમેન્ટ રોકડથી લીધુ હોય તેનો પણ સમાવેશ કરવા નરેન્દ્રસિંહ ગોહિલે મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતનાને રજૂઆત કરી છે.
અન્ય સમાચારો પણ છે...