ભાવનગર સહિત રાજ્યભરમાં એટીએમ તોડતી ગેંગ ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: ભાવનગર સહીત સમગ્ર રાજયમાં બેંકના એટીએમ તોડી મોટી રકમની ચોરી કરતી ગેંગને અલવર પોલીસે ઝડપી લીધી છે.આ શખ્સોએ ભાવનગર સહિત રાજ્યના અનેક શહેરોમાંથી એટીએમ તોટ્યાની કબુલાત આપી હતી. પોલીસે આરોપીઓની વધુ પુછતાછ હાથ ધરી છે.

બનાવની સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.9/3/2017નાં રોજ ભાવનગર-રાજકોટ હાઇ-વે પર ચિત્રા વિસ્તારમાં આવેલા ગાયત્રીમંદિર નજીક આવેલ બજરંગદાસબાપા નગરમાં દુકાન નં.19માં આવેલ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના એટીએમને કટર જેવા સાધનથી તોડી તેમા રહેલ રૂ.2,02,100/-ની રોકડ રકમની ઉઠાંતરી કરી અજાણ્યા શખ્સો નાસી છૂટયા હતા.

આ બનાવ અંગે એમ. ફોસીંગ કંપનીના મેનેજર મીનેષ જનાર્દનભાઇ મહેતાએ ડી.ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં એટીએમની રખવાળી માટે કોઇ ચોકીદાર ન હોવાનુ અને આરોપી સીસીટીવી કૂટેજમા દેખાયા હોવાનુ અને તે પરપ્રાંતીય હોવાનુ પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલવા પામ્યું હતુ. પરંતુ આરોપી પકડાયા ન હતા.

આજરોજ રાજસ્થાનના અલવર શહેરની પોલીસે એક ટોળકીને દબોચી લીધી છે અને તેઓની પુછતાછમાં આ ટોળકીએ ભાવનગર ઉપરાંત અમદાવાદ, રાજકોટ સહિતના રાજ્યના અનેક શહેરોમાંથી એટીએમ તોડી મોટી રકમની ચોરી કર્યાની કબુલાત આપી છે. જોકે પોલીસની પુછતાછ શરૂ હોય આ અંગે વધુ માહિતિની રાહ જોવાઈ રહી છે. જોકે આરોપીઓએ ચિત્રાનું એટીએમ તોટડ્યાની પણ કબુલાત આપી હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. ત્યારે આગામી દિવસોમા ભાવનગર પોલીસ આરોપીનો કબ્જો લેવા જશે તેમ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
અન્ય સમાચારો પણ છે...