તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર: પોલીસ બળપ્રયોગ સામે પાટીદારોની વિશાળ રેલી, કોંગ્રેસ -'આપ' નો ટેકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:પ્રદેશ ભાજપ પ્રમુખના અભિવાદન સમારોહ દરમિયાન જય સરદાર, જય પાટીદારના નારા લગાવતા પાટીદાર યુવાન પર પોલીસે કરેલા બળપ્રયોગ બદલ પાટીદાર સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. જેના વિરોધમાં આજે હિરાબજાર બંધ રહેવા સાથે વિશાળ રેલી સાથે પાટીદાર સમાજે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પોલીસદમન વિરોધના પાટીદારોના આંદોલને કોંગ્રેસ અને આપએ ટેકો આપી જોડાયા હતા.ભાવનગર ખાતે ગઈકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીના અભિવાદન સમારોહ પૂર્વે દલિત સમાજના કોંગ્રેસના અગ્રણી અને કોર્પોરેટરની ધરપકડ કરી હતી.
ઢોર માર મારતા તેને ઈજાગ્રસ્ત હાલતે સર ટી. હોસ્પિટલ ખસેડાયો હતો
પરંતુ અભિવાદન સમારોહ દરમિયાન પાટીદાર યુવાન કેયુર શંભુભાઈ મોરડીયાએ ઉભા થઈ જય સરદાર, જય પાટીદારના નારા લગાવતા પોલીસે તેની ધરપકડ કરી ઢોર માર મારતા તેને ઈજાગ્રસ્ત હાલતે સર ટી. હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં મોડીરાત્રિ સુધી પાટીદારોના ટોળા ઉમટ્યા હતા.જ્યારે પાટીદાર પર પોલીસ દમનના વિરોધમાં આજે શહેરની મુખ્ય હીરાબજાર બંધ રહી હતી અને પાટીદારોની વિશાળ રેલી નિકળી હતી
આગામી 24 કલાકમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમરણાંત ઉપવાસની ચિમકી
તેમજ પાટીદાર પર દમન ગુજારનાર જવાબદાર પોલીસ અધિકારી અને ગુન્હેગારોને ધરપકડ કરી તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરી સમગ્ર બનાવની નિષ્પક્ષ તપાસ એટલે ભાવનગર જિલ્લા પોલીસ અધિકારી સિવાયના એડિશનલ ડી.જી.કક્ષાના અધિકારી તપાસ કરે તેવી માંગ સાથે કલેકટરને પાટીદાર અનામત સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું અને આગામી 24 કલાકમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમરણાંત ઉપવાસની ચિમકી આપી હતી. મોતીબાગ ખાતે યોજાયેલ સભામાં પાસના આગેવાનો ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયા, આપના ડો.કનુભાઈ કળસરીયાએ રોષ ઠાલવ્યો હતો અને પાટીદાર આંદોલનને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ટેકો આપ્યો હતો.
ગુરૂવારથી ચાર દિવસ પાટીદારોના ધરણા
મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષના અભિવાદન સમારોહમાં જય સરદારના નારા કરનાર પાટીદાર યુવાન સાથે અમાનવીય કૃત્ય કરનાર પોલીસ અધિકારીઓ સામે પગલા નહીં લેવાતા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આગામી ગુરૂવારથી રવિવાર સુધી કલેકટર કચેરીએ પ્રતિક ધરણા યોજવાનું પાસન કન્વિનર નિતીન ઘેલાણીએ જણાવ્યું હતું.
આગળની સ્લાઇડમાં વાંચો,પોલીસ દમન વિરૂદ્ધમાં બોટાદ હીરાબજાર બંધ....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો