તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 9,700 હેકટરનો વધારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: ભાવનગર જિલ્લામાં શિયાળાની ઠંડી ધીમી ગતિએ વધી રહી છે ત્યારે રવિ પાકના વાવેતરમાં પણ ધીમી ગતિએ આગેકૂચ થઇ રહી છે. ગત સપ્તાહ સુધીમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકનું કુલ વાવેતર 13,300 હેકટર થયું હતુ તે વે વધીને 23,000 હેકટર સુધી આંબી ગયું છે. આમ છેલ્લા એક જ સપ્તાહમાં રવિ પાકના વાવેતરમાં 9,700 હેકટરનો વધારો થયો છે.


ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં ધીમી ચાલે વધારો થઇ રહ્યો છે ત્યારે આજ સુધીના રવિ પાકના આંકડા જે પ્રકાશિત થયા છે તે મુજબ ભાવનગર જિલ્લામાં કુલ 23,000 હેકટર જમીનમાં ડુંગળી, ઘઉં, ચણા, શાકભાજી સહિતના પાકના વાવેતર થયા છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ઘઉંનું વાવેતર 6,500 હેકટરમાં થયું છે. જ્યારે ડુંગળીના પાકનું વાવેતર 7,900 હેકટર અાંબ્યુ છે.

 

ઘઉંના વાવેતરમાં 3,800 હેકટરનો વધારો


ભાવનગર જિલ્લામાં રવિપાકમાં એક મુખ્ય વાવેતર ઘઉંનું છે તેમનાં ગત સપ્તાહે ઘઉંનું વાવેતર 2,700 હેકટર હતું તે એક જ સપ્તાહમાં 3,800 હેકટર વધીને 6,500 હેકટરને આંબી ગયું છે.

 

રાજ્યમાં ડુંગળીના વાવેતરમાં ભાવનગર પ્રથમ


દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું વાવેતર સર્વાધિક છે. ગુજરાતમાં આ વર્ષે ડુંગળીનું વાવેતર અત્યાર સુધીમાં 16,900 હેકટરનું વાવેતર થયું છે તે પૈકી એકલા ભાવનગરમાં જ ડુંગળીનું વાવેતર 7,900 હેકટરમાં થયું છે. એટલે કે રાજ્યના કુલ વાવેતરના 46.75 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. આમ, ભાવનગર િજલ્લાે ડુંગળીના વાવેતરમાં આ વખતે પણ પ્રથમ છે.

અન્ય સમાચારો પણ છે...