તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર: પરીક્ષા પૂર્વે પિતાનું મૃત્યુ બે દીકરીએ આપ્યો અગ્નિદાહ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
ભાવનગર: ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે.કહેવતને સાર્થક કરતી ઘટનાં શહેરનાં વડવા વિસ્તારમાં રહેતા એક બ્રાહમણ પરિવારમાં બનવા પામી હતી.જેમાં પિતાનું મૃત્યું થતાં પરિવારની બન્ને દિકરીઓએ પિતાને કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા હતા.મંગળવારથી બન્ને બહેનોની એસએસસીની પરીક્ષા શરૂ થઇ રહી છે.અને ગત મોડીરાત્રે આ કરૂણાંતીકા સર્જાતા પરિવાર માટે જાણે આભ તૂટી પડયું હતુ.
- પરીક્ષા પૂર્વે પિતાનું મૃત્યુ બે દીકરીએ આપ્યો અગ્નિદાહ
- વડવા ચોરાના બ્રાહ્મણ પરિવાર પર આભ તુટ્યું

- પિતાના સ્વપ્ન સાકાર કરવા બન્ને દીકરીઓ બોર્ડની પરીક્ષા આપશે
શહેરનાં વડવાચોરા કામનાથ મંદીર પાસે રહેતા અશોકભાઇ ગણપતરામ પાઠક (ઉ.વ.52 )કે જેઓ બંદર ખાતે રોજમદાર તરીકે કામ કરતા હતા અને તેમનાં પત્ની આંગણવાડીમાં તેડાગાર હતા.જયારે બે પુત્રીઓ એસએસસીમાં અભ્યાસ કરે છે અને બન્નેની મંગળવારથી પરીક્ષા શરુ થઇ રહી છે.પિતાને બન્ને દિકરીઓને ભણાવવાની ખુબજ હોંશ હતી. પરંતુ તે દરમ્યાન જ આ કરૂણા઼તીકા સર્જાતા પાઠક પરિવાર પર જાણે કે આભ તુટી પડયું હતુ.
શહેરની જૈન કન્યાશાળામાં અભ્યાસ કરતી 14 અને 15 વર્ષની સ્વાતી અને હીનલ નામની બન્ને બહેનો આજે એસએસસીની પરીક્ષા માટે પોતાના નંબર જોવામાટે આર્યકુળ અને ઘરશાળા સ્કુલમાં જવાનાં હતા.તેના બદલે પીતાની અંતિમ વિધછમાં રોકાય ગયા હતા.પિતાના અગ્નીસંસ્કાર બાદ તેમના સ્નેહોજનોએ બન્ને દીકરીઓને સમજાવી અને મંગળવારે એસએસસીની પરીક્ષા આપવા જવા માટે મનાવી હતી.અને ભારે હૈયે બન્ને બહેનોએ હા પાડી અને કાલે પરીક્ષા આપવા માટે જશે.
અન્ય સમાચારો પણ છે...