તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર જિ.પં.ના સભ્યો લેપટોપ સાથે બનશે હાઇફાઇ : પ્રશ્નોનું અપગ્રેડ જાણશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર: ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા નવા વર્ષે કોઇ પણ કરભારણ નાખ્યા વગરના રૂપિયા 18.39 કરોડના પુરાંતલક્ષી બજેટને લીલીઝંડી આપી છે, નવા વર્ષમાં તમામ સભ્યોને એક એક લેપટોપ અપાશે, જેમાં ખાસ એપ ડાઉન લોડ કરાશે, જેથી પંચાયતમાં અરજદારની ફાઇલ કયાં ટેબલ ઉપર પડી તે સદસ્યો ઘરબેઠા જોઇ શકશે, અથવા તો અરજદારની સામે જ ફાઇલની સ્થતિી જાણી શકશે. વિપક્ષ ચૂપચાપ બેઠો રહ્યો હતો.

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ સંજયસિંહ સરવૈયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વર્ષ સને. 2016/17નું સુધારેલું અને સને. 2017/18ના વર્ષના અંદાજપત્રને સર્વાનુંમત્તે બહાલી આપવામાં આવી હતી. નવા વર્ષમાં સભ્યદીઠ રૂપિયા 2 લાખ ઉપરાંત વધુ રૂપિયા 4 કરોડના વિકાસના કામોની જોગવાઇ કરાઇ છે, સભા દરમિયાન વિપક્ષ-શાસક સભ્યો સામસામા રાજકીય કટાંક્ષ કરીને સંતોષ માન્યો હતો, બજેટ સંબધતિ એક પણ ચર્ચા બેઠકમાં થઇ ન હતી, શાસક દ્વારા જે કંઇ બજેટમાં જોગવાઇ કરાઇ છે તેમાં વિપક્ષે હામાં હા ભણી દિધી હતી, ડીડીઓ આયુષ ઓકની ઉપસ્થતિીમાં સંચાલન ના. જિ.વિકાસ અિધકારી એચ.એલ.જોષીએ કર્યું હતું.

કૂવા ઉંડા ઉતારવા, રિચાર્જ કરવા સહાય
કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે બજેટમાં પ્રથમ વખત એવી જોગવાઇ કરવામાં આવી છે કે, કુવા ઉંડા ઉતારવા અને કુવાઓને રિચાર્જ કરવા માટે જિલ્લા પંચાયત સહાય આપશે. ખેત મજુરોને આકસ્મતિ મૃત્યુના કેસમાં સહાય આપવામાં આવશે.

બજેટમાં શું નજરે તરી આવ્યું ?
- ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ પરવિારના કોઇ સભ્યોની અંતિમક્રિયા માટે, રમત-ગમતના મેદાન માટે સહાય
- બેરોજગાર યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન, તાલીમ, પરિક્ષા ફોર્મ ભરવામાં મદદરૂપ થવા કાર્યક્રમ
- ગ્રામ્ય માં વાઇફાઇ સુવિધા કરવી
- રખડતા-ભટકતા ખુટિયા અને ઢોરના નિકાલ માટે વ્યવસ્થા કરવી
- જિ. પંચાયતમાં લીફ્ટ ફીટ કરવી, પંચાયત હસ્તકની મિલકતોનું આધુનિકરણ અને મરામત
- ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમતિનિા ચેરમેન જાગાભાઇ બારૈયા અને મહિલા બાળ વિકાસ સમતિનિા ચેરમેન હીરાબેન અવૈયાને રિપીટ કરાયા હતા.
સભામાં સભ્યોએ કહ્યું...
-  શાસકના સભ્ય મોડા આવતા વિપક્ષે કટાંક્ષ કર્યો હતો કે, અમદાવાદમાં MLA ની ટિકીટ માંગવા ગયા હશે. 
-  બાંધકામ ચેરમેન પદુભાએ કહ્યું, ટિકીટ લેવા નહીં આપવા આવે કયા સિનેમાની જોવે છે બોલો ?
-  વિપક્ષ સભ્ય ભરતભાઇએ કહ્યું, વ્યક્તિલક્ષી નહીં પ્રજાલક્ષી કામ હોય તો કહેજો રાજ્ય સરકારને અમે ભલામણ કરી દેશું
-  પ્રમુખ સંજ્યસિંહે પણ વાકબાણ છોડતા કહ્યું હતું કે, હવે રાષ્ટ્રપતિ તરીકે બીજેપી યોગ સ્વામિ બાબાને મુકશે.!!
-  વિપક્ષ સભ્યએ કહ્યું નવું કંઇ નથી, શાસક ગોવિંદભાઇએ કહ્યું દેશમાં જ કયાં કઇ નવું આવે છે !!
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો