ભાવનગર જિલ્લા જેલના 10 કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:   ગુરૂવારથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10અને 12ની બોર્ડની પરીક્ષાનો આરંભ થઇ રહયો છે.જેમા ભાવનગર જિલ્લા જેલમાં હત્યા સહિતના ગુનામા સજા કાપતા કેદીઓ બોર્ડની પરિક્ષા આપી રહ્યા છે. તમામ કેદીઓને રાજકોટ સેન્ટર ફાળવાયું છે.

ભાવનગર જીલ્લા જેલ અધિક્ષક જી.જે.મકવાણા આજરોજ ભાવનગર જિલ્લા જેલમાં સજા કાપતા 10 કેદીઓને લઇ રાજકોટ પહોંચ્યા છે.જયા આવતી કાલે ધોરણ 10માં 6 અને ધોરણ-12માં 4 એમ કુલ 10 કેદીઓ બોર્ડની પરીક્ષા આપી રહયા છે.જેમા એક કેદી કે જે હત્યાના ગુનામા સજા કાપી રહયા છે.અને બન્ને પગે વિકલાંગ છે છતા પોતાની હિંમત હાર્યા નથી અને હોંશથી પરિક્ષા આપી રહયા છે.આજે તમામ કેદીઓને લઇ ભાવનગર જિલ્લાજેલ અધીકારી રાજકોટ પહોંચી ગયા છે.રાજકોટ ખાતે કુલ 38 કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે.
અન્ય સમાચારો પણ છે...