તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર: બગદાણામાં ગુરૂ વંદના માટે ઉમટેલો ભક્તોનો સમૂદાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર: ભાવનગર સહિત જિલ્લાભરમાં ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ ગુરૂઆશ્રમો અને મંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. ઠેર ઠેર ગુરૂવંદના, આરતી, ભજન, ધુન, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તળાજા, મહુવા, વલભીપુર, સિહોર, અઘેવાડા સહિતના વિસ્તારોમાં આવેલા આશ્રમો ખાતે ગુરૂપુર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.

- ‘બાપા સિતારામ’ની આહલેક જગાવનારા બજરંગદાસ બાપાની વંદના કરી ભક્તોએ ધન્યતા અનુભવી
- મહુવા, તળાજા, ગારિયાધાર, પાલિતાણા, વલભીપુર, ઉમરાળા સહિત ઠેર ઠેર ઉજવણી

વલભીપુરમાં સુપ્રસિદ્ધ નિમ્બાર્ક આશ્રમ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીન ગુરૂ નરહરીશરદાસજીના આર્શિવચન તેમજ મહામંડલેશ્વ પૂ.મુકુંદશરણદાસજીની પાવન હાજરી વચ્ચે ઉજવણી કરવામાં આવેલ હતી. તેમજ બુદ્ધેશ્વર મહાદેવ, ભગવતબાપુની જગ્યા ખાતે પણ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જયારે પંથકના કાનપર મુકામે આવેલ બાલા હનુમાનજી હરીઓમશરણાસજી, હરદેવકૃપા આશ્રમ નવાગામ (ઢાળ) નિરૂબાપુ સાનિધ્યમાં ઉજવણી કરી હતી.

ભાવનગર પાસે શિવકુંજ આશ્રમ અઘેવાડામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી થઇ છે. આ પ્રસંગે સીતારામબાપુએ કહ્યું કે, આપણા શાસ્ત્રોમાં ગુરૂતત્વને અનેરા મહિમા રહેલો છે. ગુરૂપૂર્ણિમા પ્રસંગે ભાવિક સેવકોના આયોજન તળે ભાવનગર પાસે શિવકુંજ આશ્રમ અઘેવાડામાં પ્રેરક ઉદ્દબોધન કરતા સીતારામબાપુએ આપણા શાસ્ત્રોમાં રહેલા વિવિધ દ્રષ્ટાંતો આપ્યા હતા.રામેશ્વરીનંદજી તથા બરૂણાનંદજીના આયોજન તળે ગુરૂપૂર્ણિમા ઉજવણી થઇ છે.
સિહોરમાં ગૌતમેશ્વર મહાદેવ મંદિરે, મોઘીંબાની જગ્યા, આનંદ આશ્રમ,સાંઇબાબાના મંદિર, સહીત શહેરની બજરંગદાસ બાપાની મઢુલીએ ભાવિક ભકતજનો વહેલી સવારથી જ દર્શનાર્થે બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા.પૂ.સ્વરૂપાનંદજી પૂ.જીણારામજી પૂ. ધરમદાસબાપુ, પૂ. નિરૂબાપુ, પૂ.રવુબાપુ, પૂ.ભગવતીબાપુ,હરિહરબાપુ સહીતનાં ગુરુજનોએ ભાવિક ભકતજનોને આશિવર્ચન પાઠવ્યા.સિહોર પંથકમાં ઉસરડ ગામે આવેલ પ્રખ્યાત જાયારામ બાપાના આશ્રમ,આંબલા વાંકીયા આશ્રમ,સણોસરાના દાનવ આશ્રમ,બેકડી તાપડીયા આશ્રમ , અગિયાળી ગણેશ આશ્રમ,દેવગાણા ગોપાલ આશ્રમ,,મઢડા ભગવતી આશ્રમ સહીત આશ્રમોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામી હતી.દિવસ દરમ્યાન મંગળા આરતી, ધજાપૂજન , ગુરુપૂજન, મહાપ્રસાદ, શોભાયાત્રા , સંતવાણી સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આગળની સ્લાઇડમાં વાંચો વધુ માહિતી...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો