ભાવનગરના સાયકલીસ્ટે કેબલ બ્રિજને પસાર કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:  ભરૂચ ખાતે બનેલ એક્ટ્રા ડોઝ કેબલ બ્રિજનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યા રે સાંજે 6.30 કલાકે શરૂ થયેલ બ્રિજ પર ભાવનગર ખાતે થી વિશેષ સાઇકલ લઈ નિમેષ જીવરાજાણી આવી સાઇકલ બ્રિજ પસાર કરી બ્રિજ સાઇકલ લઇ પસાર થનાર પ્રથમ સાઇકલ ચાલક બન્યા છે.

આખરે ભરૂચવાસીઓની આતુરતાનો અંત આવતા નર્મદા નદી પર બનેલ એક્ટ્રા ડોઝ કેબલ સ્ટે બ્રિજ સણજે 6.30 કલાકે શરુ થતાંજ વાહનો સરસરાત પસાર થઇ ગયા હતા. બ્રિજ આકર્ષણ દેશભરમાં જગાવ્યું છે ત્યારે ભાવનગરના નિમેષ જીવરાજાણી ભાવનગર ભરૂચ આવ્યા હતા અને અંકલેશ્વર તરફ ઉભા રહીને જેવો બ્રિજ શરુ થયો કે તરત જ સાઇકલ પર બેસી આખો બ્રિજ પસાર કર્યો હતો અને બ્રિજ શરૂ થતાંજ તેના પરથી પસાર થનાર પ્રથમ સાઇકલ વીર બન્યા હતા.  

આ અંગે તેમને વાતચીત જણાવ્યું હતું કે બેટી બચાવો, પર્યા વરણ બચાવો અને દેશ ના પી.એમ નરેન્દ્ર મોદી સ્વચ્છતા મિશનમાં દેશમાં સાઇકલ પર પ્રવાસ કર્યો છે ત્યારે આજે બ્રિજ શરુ થવાનો હતો જેને લઇ ભાવનગરથી વિશેષ અહીં આવી સાઇકલ પર બ્રિજ પસાર કરનાર પ્રથમ સાઇકલ સવાર બનતા આનંદ થાય છે તો આ બ્રિજથી હવે ટ્રાફિક સમસ્યા ભરૂચની હલ થશે એ વાત ચોક્કસ છે.
અન્ય સમાચારો પણ છે...