- ભાવનગર સર્જક ડો.વિનોદ જોશીએ કલા-સાહિત્ય નગરીનું ગૌરવ વધાર્યુ
- સમારોહમાં રૂા.1 લાખનો પુરસ્કાર અર્પણ કરાશે
ભાવનગર: ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે ગુજરાતી ભાષાના એક સર્જકને તેમના સમગ્ર સર્જનને ધ્યાનમાં રાખી રૂા.1 લાખનો ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે તેમાં આ વર્ષે 2015નો ગાૈરવ પુરસ્કાર ભાવનગરના જાણીતા કવિ અને યુનિ.ના ગુજરાતી ભવનના અધ્યક્ષ પ્રો.ડો.વિનાદ જોશીને એનાયત કરવાની જાહેરાત થતા કલા અને સાહિત્યની નગરી ભાવનગરનું નામ ડો.જોશીએ વધુ ઉજ્જવળ કર્યુ છે.
- અત્યાધુનિક ગુજરાતી ગીત અને કવિતા ક્ષેત્રમાં કવી વિનોદ
જોશીએ ગીતને એક નવી ઓળખ આપી છે. પરંપરિત ગીતની લોકધારાને નવા કલ્પનો, નવો લય અને શબ્દોને નવા અર્થો આપીને ગુજરાતી ગીતોને લોકપ્રિય બનાવ્યા છે. હરીન્દ્ર દવે, રમેશ પારેખ જેવા સમર્થ કવી બાદ ગુજરાતી ગીતોને ઘરે ઘરે ગુંજતા કરવામાં કવી વિનોદ જોશીનો ફાળો નોંધપાત્ર છે. પ્રચલિત શબ્દોના સૂક્ષ્મ અર્થ, ભાવ, ભાષા અને લયનું સાહજિક નમણું સૌંદર્ય એમના ગીતોની આગવી ઓળખ છે. તો વિવેચન સંશોધન અને શૈક્ષણિક ક્ષેત્રે પણ ડો.જોશીનું પ્રદાન મૂલ્યવાન રહ્યું છે. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આગામી દિવસોમાં એક સાહિત્યિક સમારોહમાં કવિને આ ગૌરવ પુરસ્કાર અને સન્માનપત્ર એનાયત કરવામાં આવશે.