તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર: કોલેજિયનોએ કુદરતી તત્વોનો ઉપયોગ કરી સર્જી ગણેશજીની કલાત્મક મૂર્તિઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર: હાલ ગણેશોત્સવની ઉજવણી થઇ રહી છે તેમાં દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા માટીના ગણેશ બનાવી પર્યાવરણ બચાવની ઝૂંબેશ ચાલી રહી છે ત્યારે શહેરમાં આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ સ્થાપવાનો ટ્રેન્ડ વધ્યો છે. જેમાં વધુ એક કોલેજ ભળી છે. જેમાં કોલેજીયન વિદ્યાર્થીઓએ કુદરતી તત્વોનો ઉપયોગ કરી વિઘ્નહર્તા દેવની મૂર્તિઓનું અલગ અલગ સ્વરૂપમાં સર્જન કર્યુ હતુ.
20 ગ્રુપોએ ભાગ લઇ એક એકથી ચડીયાતી કલાકૃતિનું સર્જન કર્યુ
શહેરમાં સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ખાતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાની સ્પર્ધા યોજાઇ ગઇ જેમાં જુદા જુદા 20 ગ્રુપોએ ભાગ લઇ એક એકથી ચડીયાતી કલાકૃતિનું સર્જન કર્યુ હતુ અને આ અવસરે ભાવભક્તિભેર ગણેશ વંદના પણ કરવામાં આવી હતી. આ વેળાએ વિદ્યાર્થીઓએ માટી ઉપરાંત નાળીયેરના છોલા, રૂ, પેપર, શાકભાજી, ચિરોડી, ફ્રૂટસ, કઠોળ વિગેરેનો ઉપયોગ કરી કલાકૃતિ સર્જી હતી.
કોલેજના 2000 વિદ્યાર્થીઓએ ગણેશા આલા રે...ની સ્તૂતિગાન પણ કર્યુ હતુ
આ મૂર્તિઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતુ. કોલેજના 2000 વિદ્યાર્થીઓએ ગણેશા આલા રે...ની સ્તૂતિગાન પણ કર્યુ હતુ.આ અનોખી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કિરણભાઇ પરમારે સેવા આપી હતી. ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિના સર્જનની આ વિશિષ્ટ સ્પર્ધા માટે પ્રો.માર્ગી બૂચે આયોજન ઘડી વિદ્યાર્થીઓને પૂરતુ પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતુ.
શેત્રૂંજી ડેમમાં ગણપતિની મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ
પાલિતાણાના શેત્રુંજી ડેમમાં આ વર્ષે માત્ર 17 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે ભાવનગર શહેર, ગારિયાધાર અને પાલિતાણા શહેરને પીવાના ઉપયોગમાં પુરૂ પાડવા માટે ઉપયોગમાં લેવાનું હોય આ પાણી દૂષિત ન થાય તે હેતુથી આ વર્ષે શેત્રુંજી ડેમમાં ગણપતિજીની મૂર્તિઓના વિસર્જન માટે મંજૂરી આપવામાં આવી નથી તેમ પાલિતાણા જળ સિંચન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે.

આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો