• Gujarati News
  • 132 Men Were Arrested With Millions Of Gamblers Playing In Bhavnagar

ભાવનગરમાં જુગારની બાજી માંડી બેઠેલા 132 શખ્સો લાખોની મત્તા સાથે ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભાવનગર શહેર-જિલ્લામાં ઠેક-ઠેકાણે પોલીસના દરોડા
- વરતેજ, નારી, કમળેજ, સોડવદરા, વેળાવદર, પાલિતાણા અને અધેવાડામાં પોલીસ ત્રાટકી
ભાવનગર: ભીમ અગીયારસનાં દિવસે જુગાર રમવાનું મહત્વ હોય.આજે ભાવનગર શહેર-જીલ્લા ઉપરાંત બોટાદ પંથકમાં પોલીસે દરોડા પાડી જુગારની બાજી માંડી બેઠેલા 132 જુગારીઓને ઝડપી તેઓ પાસેથી રોકડ,મોબાઇલ અને વાહન સહીત કુલ રૂ. 3,85,480/-ની માલમતા પોલીસે કબ્જે કરી હતી. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરનાં વરતેજ પોલીસ મથક હેઠળનાં નારીગામેથી 10 શખ્સોને રૂ.10.200 ની મતા સાથે જયારે કમળેજ ગામેથી 8 ને રૂ.9400 ની મતા સાથે તેમજ સોડવદરા ગામેથી 13 ને રુ.1.95.900 ના મુદામાલ સાથે વરતેજના ઇન્દીરાનગર ખાતેથી 5 ને રૂા. 3100 ની મતા સાથે ઝડપી લીધા હતા.

ઉપરાંત ઉમરાળાના ઘરવાળા ગામેથી 13 ને રૂ..6390 ની મતા સાથે જયારે ગારીયાધારના વેળાવદર ગામેથી 10 ને રૂ..23 હજારની મતા સાથે ઝડપી લીધા હતા.સિહોર માંથી 2 ને રૂ..2120 ની મતા સાથે તેમજ બોટાદના પીપરડી ગામેથી 7 ને રૂ..26 હજારની મતા સાથે પોલીસે ઝડપી લીધા હતા. જયારે પાલીતાણાના ખાટકીવાસમાંથી 13 ને રુ.19830/- ની મતા સાથે તેમજ પીપરડી ગામેથી 4 ને રૂ.26150/-ની મતા સાથે ઝડપી લીધા હતા.ખૂંટવડા તાબાના બોરડી અને સેદરડા ગામેથી 11 ને રૂ.4570/-ની મતા સાથે ઝડપી લેવાયા હતા. તેમજ અધેવાડા ગામેથી 20 શખ્સોને રૂા.41130/-ની મત્તા સાથે ઝડપી લેવાયા હતા. જ્યારે મહુવાના કોંજળી ગામેથી 6 શખ્સોને રૂા.7,460ની મત્તા સાથે તેમજ ભાદાવાવા ઝાંપા પાસેથી 10 શખ્સોને રૂા.10,230/-ની મત્તા સાથે પોલીસે ઝડપી લીધા હતા.