તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર: આંબાચોકમાં થયેલ યુવાનની હત્યા મામલે 8 સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર: શહેરમાં રૂપિયાની માંગણી કરીને આઠ શખ્સોએ એક યુવક પર તલવાર, છરી, તેમજ બેઝબોલના ધોકા વડે હુમલો કર્યો હતો. શખ્સોએ યુવકને હથિયારોથી માર મારીને હત્યા કરી હતી. પોલીસે આ અંગે તપાસ આદરી CCTV મેળવ્યા છે.

શખ્સોએ દુકાન પોતાના નામે લખી આપવા અને 10 લાખની કરી માંગણી

ભાવનગર શહેરમાં વડવા તલાવડી હામ મુળજીના ડેલામાં રહેતા ઘાંચી યુવાન ઇરફાન હુસેનભાઇ મકવાણા અને રફીક હુશેનભાઇ મકવાણા (ઉ.વ.4૦) દુકાન ધરાવે છે. તેમના માલિકીની દુકાન પોતાના નામે લખી આપવા અને રૂપિયા 1૦ લાખની માંગણી શખ્સોએ કરી હતી. પરંતુ બંન્ને યુવાનોએ તેવું કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા આઠથી વધારે શખ્સોએ જીવલેણ હથિયારોથી રફીકભાઇ મકવાણા પર હુમલો કર્યો હતો. આ હુમલો કરી શખ્સોએ તેમની હત્યા કરી હતી. હત્યા કરીને શખ્સો ભાગી છૂટ્યા હતાં.

8 જેટલા શખ્સોએ યુવક પર તલવાર, છરી, તેમજ બેઝબોલના ધોકા વડે હુમલો

આ બનાવની પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવી હતી. આ બનાવથી ભાવનગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ હત્યા અંગે પોલીસે પ્રદીપ ઉર્ફે લાલો ભરતભાઇ સાટીયા, હાર્દિક કાળુભાઇ ઉલવા, સાદીક ઉર્ફે બાવલો, જીતુ ગવાભાઇ રબારી, તથા મેજીકવાળો, ટાવ નામનો છોકરો તથા અજાણ્યા બે શખ્સો સહિત કુલ આઠ સામે ફરિયાદ નોંધી છે. તેમજ તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

રફીકભાઈ મકવાણા પર થયેલ હુમલો અને નિર્દયપૂર્વક કરાયેલી હત્યાનો આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. જ્યા તેમના પર હુમલો કરાયો હતો ત્યા સીસીટીવી લાગેલા હતા. જેને પગલે શખ્સો દ્વારા કરાયેલી મારપીટ સીસીટીવીમા સ્પષ્ટ જોવા મળી રહી છે.

પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ આદરી

ધમકી સંદર્ભે રફીકભાઇએ દુકાન લખી આપવાની ના પાડતા તમામ શખ્સોએ રૂપિયા 10 લાખની માંગણી કરતા રફીકભાઇએ પૈસા આપવાનો ઇનકાર કરતાં ગત મોડી રાત્રિના ઉપરોક્ત તમામ શખ્સોએ રફીકભાઇ ઉપર તલવાર, છરી, તેમજ બેઝબોલના ધોકા વડે હુમલો કરી નિર્મમ હત્યા કરી નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે ઇરફાન હુસેનભાઇ મકવાણાએ ઉપરોક્ત શખ્સો વિરૂદ્ધ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.પોલીસે ઘટના સ્થળની આજુબાજુની દુકાનોના સીસીટીવી ફુટેજ મેળવી તેનાં ફુટેજના આધારે પણ તપાસ આદરી છે.
ઘટનાની લાઈવ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો