તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર: અલંગમાં અચ્છે દિન, જહાજોથી બન્યુ છલોછલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન અલંગના શિપબ્રેકિંગ વ્યવસાયમાં જાન્યુઆરી માસથી આવેલી ફાટફાટ તેજીને કારણે હાલ 11 કિ.મી.ના અલંગના દરિયા કિનારે જ્યાં જુઓ ત્યાં જહાજ જ નજરે ચડે છે, અને ખાસ્સી ચહેલ પહેલ છે.છેલ્લા 20 માસથી શિપબ્રેકિંગમાં મહામંદી વ્યાપી ગઇ હતી, ઉપરથી બેંકોએ એલ.સી.ખોલવા અંગે અપનાવેલા કડક વલણ, આર્થિક સ્થિતિ ડામાડોળ થવી સહિતની અનેક બાબતોને કારણે આ ઉદ્યોગ મૃત્યુશૈયા તરફ ધકેલાઇ ગયો હતો. શિપબ્રેકરોને વર્ષ 2008ની મંદીનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેની સરખામણીએ છેલ્લા 20 માસની મંદીએ તમામને થકાવી નાંખ્યા હતા.
-અલંગમાં અચ્છે દિન, જહાજોથી બન્યુ છલોછલ
-ચાલુ વર્ષે 8 માસમાં 109, છેલ્લા 3 માસમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં 105 શિપ ભંગાવા માટે આવ્યા
-4 માસ અગાઉ અલંગ શિપબ્રેકિંગમાં કાગડા ઉડતા હતા તેની જગ્યાએ હવે જ્યાં જ્યાં નજર ઠેરવો ત્યાં જહાજ જ જોવા મળે છે
બીજી તરફ જહાજના નૂર દર નક્કી કરતો બાલ્ટિક સ્ટોક ઇન્ડેક્સ તેના અસ્તિત્વના સૌથી નીચલા સ્તરે પટકાઇ ગયો છે. અને જહાજના માલીકોને જહાજના ભાડા પણ પોસાતા નથી. પ્રતિ દિન 7000 અમેરિકન ડોલરના ખર્ચ સામે આવક તેની અડધી પણ થતી નહીં હોવાથી માલીકો પણ જહાજ નીભાવ ખર્ચથી કંટાળવા લાગ્યા હતા. આ તમામ પરિબળો અલંગની ફેવરમાં આવ્યા છે.

એપ્રિલ 2015થી નવેમ્બર 2015 દરમિયાન સમગ્ર અલંગમાં 8 માસમાં 109 શિપ જ ભંગાવા માટે આવ્યા હતા. તેની સરખામણીએ વિશ્વમાં જહાજના ભાવ ઘટવાથી અને ઘરઆંગણે લોખંડના ભાવમાં થોડી કળ વળવાથી ધંધા ખુલવા લાગ્યા હતા. અને ડિસેમ્બર 2015 થી ફેબ્રુઆરી 2016ના ત્રણ માસ દરમિયાન જ 105 શિપ ભંગાવા માટે બીચ થયા છે.માત્ર ફેબ્રુઆરી માસમાં 49 જહાજ બીચ થયા અને કુલ 4.50 લાખ મેટ્રિક ટન માલ સાથે અલંગમાં જ્યાં જુઓ ત્યાં માલ પરિવહનનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

વર્ષ 2016માં પુષ્કળ શિપ ભંગાવા આવશે
લાંબો સમય મંદીનો માર સહન કર્યા બાદ થોડા પરિબળો હવે શિપબ્રેકરોની તરફેણમાં તબદીલ થયા છે. તેથી તમામ શિપબ્રેકરો હવે જહાજ લગાડવા માંડ્યા છે. વિશ્વમાં મોટી સંખ્યામાં જહાજ ભંગાવા માટે ઉપલબ્ધ બની રહ્યા છે તેથી વર્ષ 2016 અલંગ માટે સારૂ પુરવાર થઇ રહેશે. - હરેશ પરમાર, જોઇન્ટ સેક્રેટરી, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. (ઇન્ડીયા)
અલંગ ફેક્ટ ફાઇલ
માસ શિપની સંખ્યા ટનેજ
એપ્રિલ 14 127,254.90
મે 17 150,591.48
જૂન 23 194,541.97
જુલાઇ 13 99,281.52
ઓગસ્ટ 09 80,561.30
સપ્ટેમ્બર 17 214,321.90
ઓક્ટોબર04 32,461.00
નવેમ્બર 12 114,768.93
હિસેમ્બર 20 186,210.78
જાન્યુઆરી36 406,434.24
ફેબ્રુઆરી 49 457,746.34
કુલ 214 2,06,174.36
અન્ય સમાચારો પણ છે...