દિવ્યાંગોને લાભ આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ, પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોની ભરતી બંધ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:તા.17 સપ્ટેમ્બરને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે ત્યારે વિકલાંગો સાથે સાધન સહાય અર્પણ કરી તેઅો રેકર્ડ સર્જવાના છે ત્યારે આ કાર્યક્રમની સાથે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીપદે હતા ત્યારે 20 હજાર વિકલાંગો સાથે જે 18 માંગણી રજૂ કરાઇ તેને બહાલી આપે તે આવશ્યક છે તેમ અખિલ ગુજરાત નેત્રહિન જાગૃત ટ્રસ્ટના પ્રમુખ લાભુભાઇ સોનાણીએ જણાવી ખાસ તો ઇ.સ.2005ના વર્ષથી ગુજરાત સરકારે સંગીતના વિષયમાં પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોની ભરતી સદંતર બંધ કરી દીધી છે તે શરૂ કરવી જરૂરી છે.
આ ઉપરાંત ઇ.સ.2010 અને ઇ.સ.2011માં ગુજરાતમાં વિદ્યાસહાયકોની જે ભરતી કરવામાં આવી તેમાં ગુણવત્તામાં સ્થાન ધરાવતા પ્રજ્ઞાચક્ષુઓને નિમણુંકથી વંચિત રાખવામાં આવ્યા હતા ત્યારે તેઓ શું દિવ્યાંગ ન હતા ω તેવો પ્રશ્ન પૂછી આ વંચિતોને હાઈકોર્ટ સુધી લડત કર્યા બાદ ન્યાય મળતા 34 પ્રજ્ઞાચક્ષુઓને રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે નિમણૂંકના ઓર્ડર આપવા પડ્યા હતા. તેમ છતાં ઇ.સ.2014 બાદ આવા ઉમેદવારોની ગુજરાત સરકારે અરજી પણ સ્વીકારવાનું બંધ કર્યુ છે. આ અન્યાય જ છે.

વિકલાંગ બાળકોની સમાજ સુરક્ષા ખાતા હસ્તકની શાળાઓમાં સમયસર શિક્ષકો અને કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. સમધારણ શાળાઓમાં અભ્યાસ કરતા વિકલાંગોને બાળકોના શિક્ષકોને કોન્ટ્રાક્ટ બેઇઝથી નોકરી પર રાખવામાં આવે છે. અંતમાં આવા અનેક પ્રશ્નો અણઉકેલ છે ત્યારે જણાવાયું છે કે એક ટનની કેપ કાપવી કરતા વિકલાંગોને રોજગારી મળે તે વધુ આવશ્યક છે. તેઓને યોગ્ય પગાર મળે, આરોગ્ય અને પેન્શનના લાભ મળે ત્યારે વિકલાંગોની ખરી ચિંતા કરવામાં આવે તે અગત્યનું છે તેમ સોનાણીએ જણાવી વડાપ્રધાનના જન્મ દિનના યાદગાર બનાવવા દિવ્યાંગોની સમસ્યાઓ દુર કરવા લક્ષ આપવા અનુરોધ કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...