તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમુખ સ્વામી અને ભાવનગર: બે ગામની વચ્ચે બાપાએ દુશ્મની મીટાવી સુલેહ કરાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:પૂજ્ય પ્રમુખ સ્વામ માત્ર ધાર્મિક ચિંતન આપી બેઠા રહ્યા નથી પણ સમાજ પ્રતિ સદાય ચિંતિત રહ્યા હતા.તેઓએ એનક પ્રકારે સમાજ સુધારણાના કાર્યો કર્યા હતા જેમાં ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકાના બે ગામો ઓદરકા અને કુકડ ગામના દરબારો વચ્ચે પાણી વ્યવહાર બંધ, એટલે કે જેને અપૈયા કહેવાય છે તે થઇ ગયા હતા તેમાં પૂજ્ય પ્રમુખ સ્વામીએ આ બન્ને ગામોના દરબારોને સૂલેહ ભાવ કેળવી અને સદભાવના કેળવવાની શીખ આપતા માનવતાનો રાહ ચિંધ્યો હતો અને સુલેહ કરાવતા માત્ર આ બે ગામોમાં જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર તેમનું ઋણી રહેશે.
21 લાખ માનવ દિનની જહેમતથી અક્ષરવાડીનું નિર્માણ
બીએપીએસ દ્વારા રાજ્ય, રાષ્ટ્ર અને વિદેશમાં પણ અનેક મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પણ તે બધામાં ભાવનગર ખાતેના અક્ષરવાડી મંદિરના નિર્માણની ગાથા નિરાળી છે. આ મંદિરના નિર્માણમાં સંતો અને હરિભક્તોએ વિક્રમ જનક 21 લાખથી વધુ માનવ કલાકનો પરિશ્રમ કર્યો હતો. સેવા, સમર્પણથી ગુંજતી ગોહિલવાડના સ્વામિનારાયણ મંદિરની આ ગાથા અન્યથી એક ડગલું આગળ રહી છે.

ભાવનગરમાંથી 10,000થી વધુ હરિભક્તોએ કર્યા અંતિમ દર્શન

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગઇ કાલે સાળંગપુર ખાતે બ્રહ્મલીન થયાના સમાચાર મળતા જ ભાવનગર શહેરમાં બીએપીએસ સંસ્થા અને તમામ હરિભક્તોમાં શોકની લાગણી ફરી વળી હતી. સાળંગપુર ખાતે જિલ્લા પ્રમાણે પૂ.પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને તે પ્રમાણે આજે સવારે 7 કલાકથી ભાવનગર માટે આજે વ્યવસ્થા હતી આથી સવારથી જ વાઘાવાડી રોડ પર અક્ષરવાડી ખાતેથી સ્પેશિયલ બસ અને ફોર વ્હિલ દ્વારા હરિભક્તો દર્શનાર્થે સાળંગપુર જવા નીકળ્યા હતા. એક અંદાજ પ્રમાણે ભાવનગર શહેરમાંથી જ 10 હજારથી વધુ હરિભક્તોએ આજે સાંજ સુધીમાં પૂજ્ય પ્રમુખ સ્વામીના અંતિમ દર્શનનો લાભ લીધો હતો.
સ્પેશિયલ બસો અને મોટરો સાળંગપુર વચ્ચે દોડતી રહી
સાળંગપુર ખાતે વ્યવસ્થાના ભાગ રૂપે જિલ્લા પ્રમાણે દર્શનની સુવિધા રાખવામાં આવી છે અને ત્યાંથી પરત આવેલા હરિભક્તોએ જણાવ્યું હતુ કે એક મિનિટમાં 600 હરિભક્તો પ્રગટ બ્રહ્મસ્વરૂપ સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકે તેવી સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આજે સવારથી સાંજ સુધી હરિભક્તોએ ભાવનગરથી સાળંગપુર જઇ પૂ.પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા. ભાવનગરમાં આજે સવારથી અક્ષરવાડીથી સતત સ્પેશિયલ બસો અને મોટરો સાળંગપુર વચ્ચે દોડતી રહી હતી.

GJ 4 સિરિઝની ફોર વ્હિલરની લાઇનો ખડકાઇ
આજે સવારથી જ ભાવનગર શહેરમાંથી સેંકડો હરિભક્તો પોતાની ફોર વ્હિલર લઇ સાળંગપુર જવા રવાના થયા હોય સાળંગપુર ખાતે એક તરફ આજે માર્ગમાં જીજે-4 સીરીઝની મોટરની લાઇનો થઇ ગઇ હોય આખો માર્ગ મોટરમય થઇ ગયો હતો.
આગળની સ્લાઇડમાં વાંચો,પ્રમુખ સ્વામીનો 62મો જન્મ મહોત્સવ ભાવનગરમાં ઉજવાયેલો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો