ઉનાળાની શરૂઆતે પાણીના વલખા, ઉંટોને પાણી પીવડાવવા 22 કિ.મીનો ફેરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: આકરા દિવસો શરૂ થયા છે. શહેર અને જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલીઓ શરૂ થઇ છે અને નેતાઓ પાણીની સમસ્યા માટે ચિંતા પણ વ્યક્ત કરતા હોય છે અને નેતાઓ પાણીની સમસ્યા માટે ચિંતા પણ વ્યક્ત કરતા હોય છે. પરંતુ પશુઓની અકળાવતી સ્થિતિનો કોઇ વિચાર શુદ્ધા કરતા નથી ત્યારે ઘોઘાના અવાણીયા ગામે રહેતા ઝત પરિવારની તો અવદશા અવર્ણીય છે. ઝત પરિવાર પાસે દોઢસોથી વધુ ઉંટ છે.

પાણીની મુશ્કેલીને કારણે તેઓ વીસથી બાવીસ કિલોમીટર દુર ભાવનગર રોડ પર ઉંટને પાણી પીવરાવવા લઇ જાય છે અને તે પણ બે દિવસે એકવાર પાણી પીવરાવવા લઇ જાય છે અને ત્યાં પણ પાણીની સ્થિતિ જોતા થોડા દિવસોમાં જ પાણી ખાલી થઇ જશે. ઝત સમાજને સરકાર કોઇ જાતની સવલત કે કોઇ યોજનામાં સમાવિષ્ટ નહીં કરતા સરકારની નીતિ પ્રત્યે ઝત પરિવારના સુલેમાનભાઇએ નારાજગી વ્યક્ત કરી હતી.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...