તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટુરીઝમ માટે આદર્શ ગોપનાથનો વિશાળ દરિયાકિનારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા: સૌરાષ્ટ્રનાં સાગરતટનાં વિશિષ્ટ સ્થાનકોમાં તળાજા તાલુકામાં આવેલ ગોપનાથ તીર્થ ક્ષેત્ર પ્રાકૃતિક સૌંદર્યતા, પ્રાચીનતા અને ઐતિહાસિક દ્રષ્ટ્રીએ મહત્વનો વિસ્તાર છે. અહીંના શ્રી મોટા ગોપનાથજી મહાદેવનાં પુરાતન મંદિરને કારણે આ ઔલિકક વાતાવરણ ધરાવતા તીર્થમાં દેશવિદેશનાં યાત્રિકો, સહેલાણીઓ, પ્રકૃતિપ્રેમી પર્યટકો માટે અજોડ સ્થાન હોઈ આ તીર્થ ક્ષેત્રમાં ઈકો ટુરીઝમ, રિલીજીયસ ટુરીઝમ અને સી.બેઈઝ ટુરીઝમ વિકસાવવામાં આવેતો અહીં પર્યટન ઉદ્યોગ ખીલી ઉઠે તેવી સ્થિતિ છે.

અરબ સાગરનાં ખંભાતના અખાતનાં કિનારે તળાજાથી 22 કિ.મી. દૂર,તેમજ સુરતનાં સમુદ્ર તટથી 12 નોટીકલ માઈલનાં અંતરે આવેલ શ્રીમોટા ગોપનાથ તીર્થની અનેક વિશેષતાઓ છે. આ તીર્થમાં આવેલ પુરાતન શ્રદ્ધેય ગોપનાથ મંદિરનો આશરે 350 વર્ષ પહેલા જીર્ણોદ્ધાર થયો હતો. મંદિરમાં સ્થાપિત શિવલીંગનાં વિશિષ્ઠ સ્થાનને કારણે અહીં પૂર્વે દિશાએ સૂર્ય, સમુંદર અને શિવલીંગનાં એકી સાથે દર્શન થાય છે તેમજ વિશાળ ખડકાળ પ્રદેશ કુદરતી રીતે  શાંત,રમણીય, અને પ્રદૂષણ રહિત િવસ્તારમાં અનેક સ્થાનો પર ઉગતા સૂર્યનાં દિવ્ય દર્શન ‘સનરાઈ પોઈન્ટ’  આ ક્ષેત્રની અદ્દભૂત નૈસર્ગીક રચના ઉજાગર કરે છે.

ગોપનાથ તીર્થ નજીક આવેલ વિકસતુ તીર્થ ‘મસ્તરામ ધારા’ તેમજ ઝાંઝમેર-મધુવન નજીકનો છીછરા પાણીનો વિશાળ પટ્ટ સમુદ્ર સ્નાન માટેનાં શોખીનો પ્રવાસીઓ માટે આકર્ષણ રૂપ છે. ભરતી-ઓટ વચ્ચેનાં સાનુકૂળ સમયગાળામાં અહીંનો બીચ પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ છે. ભાવનગરનાં રાજવી પરિવાર દ્વારા આ જગ્યાનો વિકાસ કરી તીર્થ વિકાસ માટે જમીન-જાગીર અર્પણ કરીને યાત્રીક ઉતારા, દર્શન, પ્રસાદ માટે અહીં બે ટ્રસ્ટ મોટા ગોપનાથ મહંત જગ્યા અને બ્રહ્મચારીની જગ્યાનું નિર્માણ કરાવેલ જે વર્તમાન સમયમાં વિવિધ રીતે યાત્રિકો-પ્રવાસીઓની સુવિધા માટે કાર્યરત છે.

ગોપનાથ ક્ષેત્રનું ધાર્મિક-આધ્યાત્મિક મહત્વ

જાજરમાન મરાઠા રાણી અહલ્યાબાઈએ સૌરાષ્ટ્રનાં સાગર તીર્થોની તેમની યાત્રા દરમિયાન ગોપનાથ મંદિર અને તીર્થનો િવકાસ કરાવ્યાનો ઉલ્લેખ રહ્યો છે. અહીંના ભોળા શિવનાં પાવન સ્થાનકે 15મી સદીનાં ક્રાન્તિકારી સમાજ સુધારક, ભક્ત કવિ નરસિંહ મહેતાને ઉગ્ર શિવ સાધનાની ભાવવિભોર અવસ્થામાં શ્રીકૃષ્ણ લીલાનો સાક્ષાત્કાર થયા બાદ અહીં પરમાત્માનાં વિરાટ દર્શનથી ભોળા-આસ્તિક નરસૈયામાં ભગવત બીજનું આરોપણ થયા બાદ પ્રબુદ્ધ કવિ નરસિંહ મહેતાએ ગુજરાતી સાહિત્યને આધ્યાત્મિક જ્ઞાનનો અમૂલ્ય ભંડાર આપેલ છે.
 
તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્થાપક સહજાનંદ સ્વામી મહારાજએ આ જગ્યાએ સાધના-સત્સંગ યોજયા હતા. તો પૂ.બજરંગદાસબાપા (બગદાણા), પૂ.શામળાબાપા (રૂપાવટી) સહિત અનેક સંતો આ દિવ્યધામનું સાિનધ્ય માણવા અવારનવાર પધારતા હતા. જેથી સનાતનની આસ્થાનું પ્રતિક બની રહેલ છે.
અન્ય સમાચારો પણ છે...