તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળિયાબીડમાં સરકારી સ્કૂલ, પોસ્ટ ઓફિસને ગેરકાયદેસરતાનું ગ્રહણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: કાળિયાબીડ અને કઠણાઈ હવે બન્ને સમાનાર્થી બન્યા હોય તેમ 40 વર્ષથી કાળિયાબીડને રેગ્યુલરાઈઝનો લટકતો પ્રશ્ન આજે પણ યથાવત છે. રેગ્યુલરાઈઝ કરવાનું ફાઈનલ નોટિફિકેશન બહાર પડ્યાને સવા વર્ષ વિતવા છતાં હજુ સુધી કાળિયાબીડ ગેરકાયદેસર જ છે. રેગ્યુલરાઈઝ નહીં થવાને કારણે સરકારી સ્કૂલ, પોસ્ટ ઓફિસ કે પોલીસ ચોકી પણ કાળિયાબીડમાં બની શકતી નથી. તેમજ અંતરિયાળ કાચા રસ્તાને કારણે ચોમાસામાં રાહદારીઓ અને રહિશોને હાડમારીનો પાર નથી.

કાળિયાબીડના રહિશોને પ્રજાના પ્રતિનિધિઓ આંબા-આંબલી દેખાડવા સિવાય કશુ કરતાં નથી. 28મી ડિસેમ્બર 2016ના રોજ સરકીટહાઉસની બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખને એક માસમાં રેગ્યુલરાઈઝની તંત્રવાહકોએ આપેલી ખાત્રી બાદ શું થયું તેનું પાછુ વળી જોવાનો કોઈને સમય નથી. પરંતુ કાગળ પરની આ રાજ રમતોથી કાળિયાબીડની પ્રજા ત્રાસી ગઈ છે. કાળિયાબીડ અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે પરંતુ રેગ્યુલરાઈઝ નહીં થવાને કારણે કાળિયાબીડની જમીન ગેરકાયદેસર છે. જેથી કાળિયાબીડમાં સરકારી સ્કૂલ બનાવી શકાય નહીં.

કાળિયાબીડમાં આર્થિક પછાત વર્ગના અનેક પરિવારો રહે છે જેમના બાળકોને દૂર-દૂર સુધી સરકારી શાળામાં અભ્યાસ માટે જવું પડે છે. જ્યારે ગેરકાયદેસરતાને કારણે કાળિયાબીડમાં પોલીસચોકી પણ બનતી નથી. જેને કારણે કાળિયાબીડમાં ગુનાખોરી પર પણ અંકુશ રાખી શકાતો નથી. તદ્દઉપરાંત કાળિયાબીડમાં એક પણ પોસ્ટ ઓફિસ નથી. જેનું કારણ પણ કાળિયાબીડની ગેરકાયદેસરતા છે. આવી અનેક સુવિધાઓથી કાળિયાબીડના રહિશો વંિચત છે. જે સંદર્ભે પ્રજાના પ્રતિનિધિઓ અને  નેતાઓ માત્ર રજૂઆતોથી જ સંતોષ માને છે. ત્યારે નક્કર પરિણામની લોકો આશા રાખી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...