વિચિત્ર ઘટના/ ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલે મૃત જાહેર કરેલ આધેડ ઘરે જીવીત થયા

DivyaBhaskar.com

Dec 06, 2018, 01:55 AM IST
Bizarangdas Hospital in Bhavnagar has died in a dead-ending middle-aged home

ભાવનગર: શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા હએ એક ખાનગી તબીબને ત્યા ફરજ બજાવતા આધેડને તાજેતરમાં શરીરમાં નબળાઇ અને તાવની બીમારી સબબ સારવાર માટે સૂચક હોસ્પીટલમા ખસેડાયા હતા.અને ત્યાંથી વધુ સારવાર માટે પાનવાડી ખાતેની બજરંગદાસ હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા સારવાર દરમિયાન તેઓને મૃત જાહેર કરાયા હતા. જેથી પરિવારજનો તેમને ઘરે લઇ ગયા હતા. અને ત્યાં આધેડમાં જીવ આવ્યો હતો. અને તેમનુ શરીર હલન ચલન કરવા લાગતા તેમના પરીવારજનો પણ આશ્ચર્યમાં મુકાય ગયા હતા.


બનાવની વિગતો મુજબ શહેરના નવા પરા વીસ્તારમાં રહેતા રજપુત અશોકભાઇ પોપટભાઇ ગોહિલ ( ઉ.વ.51 ) ને ટીબીની બીમારી સબબ સારવાર માટે પ્રથમ સૂચક હોસ્પીટલમા દાખલ કરાયા હતા. જયા સારવાર દરમિયાને તેમને પાનવાડી રોડ પર આવેલ બજરંગદાસ હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા તેઓને દોઢ દિવસ સારવાર આપ્યા બાદ તબીબે તેઓને મૃત જાહેર કરી ઘરે લઇ જવા કહયું હતુ.જેથી તેમના પરિવારજનો તેને ઘરે લઇ ગયા હતા.અને ત્યા તેમનુ શરીર હલન ચલન કરવા લાગતા તબીબને ઘરે બોલાવતા તેઓએ તેમને હોસ્પીટલમા દાખલ કરવાનુ કહેતા પરીવારજનો તેમને સર ટી.હોસ્પીટલમા લઇ ગયા હતા.જયા મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનુ મોત નિપજયું હતુ.

દર્દીને જીવીત હાલતમાં લઇ ગયા હતા...


નવાપરાના રહીશ એવા અશોકભાઇ પોપટભાઇ ગોહિલ નામના એ દર્દી એમડી ફિઝીશ્યન ડો. ગુંજીતસિંઘના અંડરમાં સારવારમાં હતા. તેમની હાલત ખરાબ હતી. એમને ટીબીનું દર્દ હતું અને પહોળું થઇ ગયેલું એમનું હાર્ટ માંડ 10 થી 15 ટકા કામ કરી રહ્યું હતું. પરિણામે એમને રજા આપી શકાય તેમ નહોતું. છતાં તેમના સગા પ્રદીપ પી. ગોહિલના અતિ આગ્રહથી તેમની કાગળમાં સહી લઇને તેમના પોતાના જોખમે રજા આપવામાં આવી હતી. દર્દી અહીથી જીવીત હાલતમાં લઇ જવાયા હતા. તે અંગેના જરૂરી કાગળો પણ થયા હતા. ડો. દર્શન શુક્લ, બજરંગદાસબાપા હોસ્પિટલ, ભાવનગર

ફર્સ્ટ પર્સન | ઘરે પહોંચ્યા ત્યાં પેટ હલ્યું !!


મારાભાઇને તાવ આવતો હતો અને શરીરમાં નબળાઇ હોય સારવાર માટે પ્રથમ સૂચક હોસ્પીટલમા દોઢ દિવસ સારવાર લીધા બાદ તેમને બજરંગદાસ હોસ્પીટલમા ખસેડાયા હતા.જયા સારવાર દરમિયાન તેમની સારવારનુ રૂ.26 હજારનુ બીલ થયું હતુ.અને તેમને મૃત જાહેર કરી ઘરે લઇ જવા જણાવાયુ હતુ. જેથી અમે તેને ઘરે લઇ ગયા હતા. જયા તેમના શરીરના પેટનો ભાગ હલવા લાગતા સર ટી.હોસ્પીટલમા ખસેડાયા હતા. જ્યા તેઓએ પાણી અને લીકવીડ પીધુ હતુ અને મોડી રાત્રે મૃત જાહેર કર્યા હતા.મતલબ કે બજરંગદાસ હોસ્પિટલમા તેઓ જવીત હોવા છતા હોસ્પીટલે તેને મૃત જાહેર કર્યા હતા. પ્રદીપભાઇ પોપટભાઇ ગોહિલ, મૃતકના મોટાભાઇ

X
Bizarangdas Hospital in Bhavnagar has died in a dead-ending middle-aged home
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી