હુમલો / ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર સુરેશ ગોઘવાણી ઉપર હુમલો

Divyabhaskar.com | Updated - Jan 15, 2019, 09:43 AM
સુરેશ ગોઘવાણી રેડ સર્કલમાં  (ફાઈલ તસવીર)
સુરેશ ગોઘવાણી રેડ સર્કલમાં (ફાઈલ તસવીર)
X
સુરેશ ગોઘવાણી રેડ સર્કલમાં  (ફાઈલ તસવીર)સુરેશ ગોઘવાણી રેડ સર્કલમાં (ફાઈલ તસવીર)

  • સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગરઃ શહેર મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફીસર સુરેશ ગોઘવાણીને સાત જેટલા અજાણ્યા શખ્સો માર મારીને નાસી છુટ્યા હતા. આ સમગ્ર મામલે અધિકારી ગોધવાણીએ  નિલમબાગ પોલીસ મથકમાં સ્કોડા તથા અલ્ટો કારમાં આવેલા સાત અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના પગલે પોલીસે સીસીટીવી કેમેરાનાં ફુટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સોએ સુરેશ ગોઘવાણીના ઘરની અંદર ઘુસીને હુમલો કર્યો હતો.

હુમલા પાછળ દબાણ હટાવો ઝુંબેશ કારણભુત
1.

કોર્પોરેશનના અઘિકારીને મારમારવાની ઘટના બનતાં અધિકારીઓમાં રોષ વ્યાપી ગયો છે. ઉલ્લેખનિય છે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા લાંબા સમયથી કાલીયાબીડ સહિતના  વિસ્તારોમાં હિંમતપુર્વક દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે જેમાં રોજીંદી કામગીરી દરમિયાન અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે પરંતુ જવાબદાર અધિકારીઓ કે તંત્ર દ્વારા આવી ધમકીઓની ગંભીરતા લેવામાં આવતી નથી આ કિસ્સામાં પણ દબાણ હટાવ મામલો જ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.

 

(માહિતી અને તસવીર- જયવંત ભટ્ટ)

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App