તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય ન મેળવતા આર્થિક જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ હવે સાયકલ લઇને સ્કૂલ જશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર ઃ ભાવનગરની વિવિધ શાળા�ઓમાં ધો. 7 થી કોલેજમાં અભ્યાસ કરતા સરકારી સહાય ન મેળવતા, ખરેખર જરૂરતમંદ વિદ્યાર્થી ભાઇ� તથા બહેનોને શાળા અને કોલેજમાં જવા-આવવા માટે સહાયરૂપે વિનામુલ્યે નવા જેવી સાયકલ આપવાનું પ્રેરણાદાયક સત્કાર્ય ભાવેણાના સમાજસેવક પ્રમોદભાઇ વોરા અને શિશુવિહાર સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી સુપેરે ચાલી રહેલ છે.અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં આજ દિન સુધીમાં અંદાજે 2500 થી વધુ વિદ્યાર્થી�એ આ લાભ જ્ઞાતિ,જાતી કે અન્ય ભેદભાવ વિના મેળવ્યો છે. શિશુવિહાર પ્રેરિત આ સાયકલ ભેટ યોજના અંતર્ગત તા. 22-03ને રવિવારે સવારે 10.30 થી 11.30 દરમિયાન શિશુવિહારના બુધસભા હોલમાં વધુ એક સાયકલ અપર્ણ કરવાનો કાર્યક્રમ યોજાશે.મુખ્ય મહેમાન અને દાતાશ્રી રોહિતભાઇ વડોદરીયા, ભરતભાઇ શેઠ (સિ.વા.પ્રેસિડેન્ટ ઓફ ગુજ ટેક્ષ કન્સલટન્ટ, પ્રકાશભાઇ કટારીયા (ક્રિષ્ના હોસ્પીટલ)ની વિશેષ ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરીજનોને ઉપસ્થિત રહેવા મંત્રી નાનકભાઇ ભટ્ટ અને આયોજક પ્રમોદભાઇ વોરા દ્વારા અનુરોધ કરાયો છે.આ યોજના અંતર્ગત એક મહિનાની 25 સાયકલ માટે રૂા 30,000, 10 વિદ્યાર્થી�ને સાયકલ માટે રૂા 12,000,5 વિદ્યાર્થી�ને સાયકલ માટે રૂા 6,000ના અનુદાનની આવશ્યકતા હોય ભાવનગરવાસી�ઓએ તેમની પાસે બીનઉપયોગી સાયકલ હોય તે�ઓને સાયકલની ભેટરૂપી સહયોગ આપવા અનુરોધ કરાયો છે.તેમજ આપની પાસે કે આપના કોમ્પલેક્ષમાં બીન ઉપયોગી સાયકલ હોય તો અમને જણાવજો આ આવીની કલેકટ કરી જઇશુ આ અંગે વધુ માહિતી માટે મો. 9427780880 પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે. સંસ્થા દ્વારા ભાવનગરની શાળામાં અભ્યાસ કરતા સરકારી સહાય ન મેળવતા જરૂરતમંદ વિદ્યાર્થી ભાઇઓ, બહેનોને શાળા તથા કોલેજમાં જવા સહાય રૂપે વિનામૂલ્યે નવા જેવી સાયકલ આપવાનુ કાર્ય કરે છે.આ યોજના સહુની આર્થિક સહાયથી ચાલે છે.
અન્ય સમાચારો પણ છે...