તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

WHOની ગાઇડલાઇનનું ઉલ્લંઘન ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂની બેધડક સારવાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોકો જેના થી થરથર કાંપતા હતા તે સ્વાઇન ફ્લૂ પણ હવે સહજ બની ગયો હોય તેમ ડબ્લ્યુ એચ ઓ એ પણ સ્વાઇન ફ્લૂને સીઝનલ ફ્લૂ તરીકે જાહેર કર્યો છે. પરંતુ આરોગ્ય તંત્ર હજુ સ્વાઈન ફ્લુ ની ગંભીરતા નહીં સમજતો હોય તેમ નાની નાની ખાનગી હોસ્પિટલો અને દવાખાનામાં અજ્ઞાનતાને કારણે સ્વાઈન ફ્લૂના દર્દીની સારવાર આપ્યા બાદ કેસ બગડતા સરકારી કે અન્ય હોસ્પિટલમાં દર્દીને ધકેલી દે છે. ત્યારે આવી WHOની ગાઈડ લાઈન પ્રમાણે વ્યવસ્થા નહીં હોવા છતાં સારવાર આપતી હોસ્પિટલોની તંત્ર દ્વારા કોઇ તપાસ કરવામાં આવતી નથી. સ્વાઈન ફ્લૂની સારવાર આપતી હોસ્પિટલોમાં ડબલ્યુ.એચ.ઓ.ની ગાઈડલાઈન્સ મુજબ આઇસોલેશન વોર્ડની આગળ ચેન્જરૂમ અને એક્સેસરૂમ સહિતની સુવિધા અનિવાર્ય છે અને આ અંગે થોડા દિવસ પૂર્વે અરજદારને હાઇકોર્ટે સરકારી હોસ્પિટલોમાં વ્યવસ્થા જોવા માટે મંજૂરી આપ્યા બાદ આરોગ્ય વિભાગે ખાનગી હોસ્પિટલોમાં વ્યવસ્થાની ચકાસણી કરી ક્ષતિ જણાતી હોસ્પિટલોને નોટિસ આપી હતી. પરંતુ ભાવનગરનું આરોગ્ય તંત્ર હજુ ઉંઘતુ જ રહ્યું છે. આઇસોલેશન વોર્ડ ધરાવતી ભાવનગરમાં 5 જ હોસ્પિટલો છે. તેમ છતાં સ્વાઈન ફ્લુની ઘણી ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ખાનગી હોસ્પિટલોમાંથી શાંતુ ની સારવાર લઇ સરકારી કે અન્ય આઇસોલેશન વોર્ડ ધરાવતી હોસ્પિટલોમાં આવેલા દર્દીઓ પાસેથી ચકાસણી કરી WHOઓની ગાઇડલાઇનનુ ઉલ્લંઘન કરતી હોસ્પિટલો સામે તંત્ર દ્વારા કાર્યવાહી અનિવાર્ય બની છે.

કઈ હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂની સારવાર
સર ટી. હોસ્પિટલ

પુનિત હોસ્પિટલ

બજરંગદાસબાપા આરોગ્યધામ

એચ.સી.જી.

સાચપરા હોસ્પિટલ

ડોક્ટરોની અજ્ઞાનતા દૂર કરવા 4 તાલુકામાં વર્કશોપ
સ્વાઇન ફ્લૂ સંદર્ભે ડોક્ટરો અજ્ઞાન હોય તેમ છતાં સારવાર અપાયા બાદ સરકારી હોસ્પિટલમાં દર્દીને મોકલતા હોવાના બનાવો બને છે જેથી ડોક્ટરોની અજ્ઞાનતા દૂર કરવા ચાર તાલુકામાં વર્કશોપ યોજ્યા છે તદુપરાંત ઉપરાંત લોકોમાં પણ જાગૃતિ આવે તે માટે એક લાખથી વધુ પત્રિકાઓ વેચી છે. અને ખાસ કરીને આયુર્વેદ તેમજ હોમિયોપેથીક ડોક્ટરોને પણ સ્વાઈન ફ્લૂ ના લક્ષણો બાબતે જાણકારી મળે તે માટે તેમના એસોસિએશન થકી પરિપત્ર પાઠવ્યા છે. ડો.પી.એ.પઠાણ,એપિડેમી મેડિકલ ઓફિસર

50થી વધુના મોત
સ્વાઇન ફ્લૂના દર્દીઓનો દિન-પ્રતિદિન વધારો થતાં આ સિઝનમાં 200 થી વધુ કેસ સ્વાઇન ફલૂના પોઝિટિવ થયા છે તદુપરાંત 50 થી વધુ લોકો સ્વાઇન ફ્લૂને કારણે મોતના મુખમાં ધકેલાયા છે તેમજ સર ટી હોસ્પિટલમાં રોજની સ્વાઈન ફ્લુની 35 થી 40 ઓ.પી.ડી. હોય છે

સ્વોબ ટેસ્ટ ભાવનગરમાં છતાં નિરર્થક
સ્વાઈન ફ્લુ માટેનો સ્વોબ ટેસ્ટ અમદાવાદ લેબોરેટરીમાં જ કરવામાં આવતો હતો ભાવનગરમાં તેની કોઈ સુવિધા નહોતી જેથી સ્વાઈન ફ્લૂ પોઝિટિવ કે નેગેટિવ તેનો રિપોર્ટ બે દિવસ બાદ મળતો હતો. છેલ્લા થોડા સમયથી સ્વોબ ટેસ્ટની સુવિધા ભાવનગરમાં પણ શરૂ કરવામાં આવી છે. પરંતુ તેનો કોઇ ફાયદો નથી. માત્ર ખર્ચમાં જ ઘટાડો થયો છે બાકી સ્વાઈન ફ્લૂ અંગેનો રિપોર્ટ તો ભાવનગરમાં લેબોરેટરી હોવા છતાં બે દિવસ બાદ જ મળે છે. જેથી સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ દર્દીઓને બે િદવસ રાહ જોવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો