તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોહિલવાડમાં ઘઉંના વાવેતરમાં આ વર્ષે સાડા ત્રણ ગણો વધારો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લામાં 2020ના નવા વર્ષે હવે ઠંડી જામી જતાં રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ વધારો આ વર્ષે ઘઉંના વાવેતરમાં થયો છે. જિલ્લામાં ગત વર્ષે ઘઉંનું વાવેતર માત્ર 5,600 હેકટર થયું હતુ તે આ વર્ષે સાડા ત્રણ ગણું વધીને 20,200 હેકટરના આંકે આંબી ગયું છે. તો કુલ વાવેતર જાન્યુઆરીમાં બીજા સપ્તાહમાં ગત વર્ષે 35,300 હેકટર થયું હતુ તે આ વર્ષે સવા બે ગણુ વધીને 79,600 હેકટરના પ્રભાવી આંકને આંબી ગયું છે.

ગત વર્ષે શિયાળામાં જાન્યુઆરીમાં બીજા સપ્તાહમાં કુલ વાવેતર 35,300 હેકટર થયું હતુ તે આ વર્ષે 44,300 હેકટર વધીને 79,600 હેકટરના આંકે આંબી ગયું છે. જેમાં સૌથી વધુ વધારો ઘઉંના વાવેતરમાં થયો છે. ગત વર્ષે ઘઉંનું વાવેતર માત્ર 5,600 હેકટર હતું તે આ વખતે 14,600 હેકટર વધીને 20,200 હેકટર થઇ ગયું છે. ઠંડી પડતા ઘઉંનો પાક પણ સારો થશે તેવી આશા છે.

ગત વર્ષે જિલ્લામાં ચણાનું વાવેતર માત્ર 700 હેકટર હતું તે આ વર્ષે સાડા સાત ગણું વધીને 5,200 હેકટર થયું છે. શાકભાજીનું વાવેતર માત્ર 800 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે 3,500 હેકટર વધીને 4,300 હેકટર થઇ જતા આગામી દિવસોમાં હવે શાકભાજી સસ્તા થશે તેવી આશા જાગી છે.

ડુંગળીના વાવેતરમાં 4600 હેકટરનો વધારો
ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીનું ગત વર્ષે જાન્યુઆરીમાં બીજા સપ્તાહમાં જિલ્લામાં વાવેતર 13,600 હેકટર થયું હતુ તે આ વર્ષે 4,600 હેકટર વધીને 18,200 હેકટરના આંકે આંબી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો