Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બેન્કમાં નોકરી મેળવવા શું કરવું ?
હું બી.કોમ.પાસ છું. મારી ઈચ્છા બેન્કમાં નોકરી કરવાની છે. તો બેન્કમાં નોકરી મેળવવા માટે મારે શું કરવું ?
- અંજલી શાહ (ભાવનગર)
બેન્કમાં પટ્ટાવાળાથી શરૂ કરીને ઓફિસર્સ કક્ષાની અલગ અલગ ભરતી થતી હોય છે. તમારી લાયકાત અનુસાર તમે બેન્કમાં ક્લાર્ક અને પ્રોબેશનરી ઓફિસર એમ બે પોસ્ટ ઉપર અરજી કરી શકો છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં તમારી ઈચ્છા ક્લાર્ક (ઓફિસ આસિસ્ટન્ટ) કે ઓફિસર બનવાની હોય તો સ્ટેટ બેન્ક પોતાની બેન્કની શાખાઓ માટે પોતેજ જાહેરાત આપીને, પરીક્ષા લઈને પોતાની રીતે ભરતી કરે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા યોજીને પોતાની રીતે ભરતી કરે છે તથા અન્ય બેન્કોમાં ભરતી માટે IBPS (ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સોનલ સિલેકશન)ની ક્લેરિકલ કેડર અને ઓફિસર કેડરની અલગ અલગ પરીક્ષાઓ લઈને તેના મેરીટ ઉપર જે તે બેન્ક ભરતી કરતી હોય છે. અમુક ખાનગી બેન્કો પોતાની શાખાઓમાં ક્લાર્ક અને ઓફિસર્સની ભરતી પોતાની રીતે કરતી હોય છે. હવે આ તમામ ભરતીમાંથી જો આપની ઈચ્છા સરકારી બેન્કમાં નોકરી કરવાની હોય તો આપે બેન્કમાં ભરતી માટેની પરીક્ષાની તૈયારી અત્યારથીજ શરૂ કરી દેવી જોઈશે. બેન્કની પરીક્ષા હવે કોમ્પ્યુટરાઇઝડ ઓનલાઈન હોય છે. જેમાં ક્લેરિકલ કેડર પરીક્ષાની વાત કરીએ તો તેમાં સામાન્ય રીતે પ્રિલિમિનરી અને મુખ્ય એમ બે પરીક્ષાઓ હોય છે. પ્રિલિમિનરી પરીક્ષામાં સામાન્ય રીતે અંગ્રેજી, ગણિત અને રીજનીંગના પ્રશ્નોની 100 માર્કસની પરીક્ષા હોય છે.
પ્રિલિમિનરી પરીક્ષામાં સફળ ઉમેદવારોની મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે. જેમાં જનરલ/ફાઇનાન્સિયલ અવેરનેસ,જનરલ ઇંગ્લિશ,ક્વોન્ટીટેટીવ એપ્ટિટ્યુડ,રિજનિંગ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર અવેરનેસના પ્રશ્નો હોય છે. આપે સામાન્ય રીતે બેન્ક પરીક્ષાને ધ્યાનમાં લઈને અહીં આપેલ વિષયોની તૈયારી કરવાની રહેશે. પરીક્ષાની તૈયારી માટે તમે વિકાસ વર્તુળ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનપરબ લાઈબ્રેરીનો લાભ લઈ શકો છો.
બેન્કમાં ભરતી માટેની જાહેરાત માટે આપે રોજગાર સમાચાર, એમ્પ્લોઈમેન્ટ ન્યુઝ અથવા તો રોજબરોજ ન્યુઝ પેપર વાંચતાં રહેવા.
હું ધોરણ 12 સાયન્સ “એ” ગ્રુપમાં અભ્યાસ કરું છું. મારી ઇચ્છા નર્સિંગનો કોર્ષ કરવાની છે. તો શું હું એ ગ્રુપ પછી નર્સિંગનો કોર્ષ કરી શકું ?
- મિતલ મકવાણા (મહુવા)
નર્સિંગના ક્ષેત્રે અલગ અલગ અભ્યાસક્રમો થાય છે. જેમ કે ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ પછી વિદ્યાર્થી બી.એસ.સી. નર્સિંગનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ ભણી શકે છે. પરંતુ ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ સિવાય અન્ય પ્રવાહમાં જે વિદ્યાર્થીઑએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય તેઓ ત્રણ વર્ષનો ડિપ્લોમા જનરલ નર્સિંગ અને બે વર્ષનો ANM અભ્યાસક્રમ ભણી શકે છે.
આ ઉપરાંત જિલ્લા પંચાયતોમાં પણ ફિમેલ હેલ્થ વર્કરના અભ્યાસક્રમની તાલીમ અપાય છે. તમે બી.એસ.સી. નર્સિંગ સિવાયના બાકીના કોઈપણ અભ્યાસક્રમ માં પ્રવેશ લઈને નર્સિંગનો અભ્યાસક્રમ ભણી સરકારી નોકરી મેળવી શકો છે.
વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્ર સમાચાર તમારી કારકિર્દી માટે સહાય કરવા તૈયાર છે. આ
માટેના પ્રશ્નો તમારા નામ, ગામ, અભ્યાસ સાથે WhatsApp No. 9106773307
અથવા 9408891500 ઉપર મોકલી આપવાથી આ જગ્યા ઉપર સમાવી શકશે.
િદશા સૂચન