તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળા નજીક પવનચકકી મુકવાના વિરોધમાં િહંસા : 11ને ઈજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર-મહુવા બ્યુરો | 11 જાન્યુઆરી

મહુવા પાસેના બંદર-લાઇટ હાઉસ વિસ્તારમાં છેલ્લા છ માસથી પવન ચકકીનો વિરોધ કરી આંદોલન ચાલી રહયુ છે. હવે કંપની દ્વારા ગામમા અને શાળાની તદન નજીક પવનચકકીનુ કામ શરૂ કરાતા ગ્રામજનોમાં રોષ ભભુકયો હતો.અને આજે આ આંદોલને હિંસક રૂપ ધારણ કરતા કંપનીના 11 જેટલા કામદારોને ઇજા પહોંચી હતી.પોલીસે આ બનાવ અંગે મહિલા�ઓ અને પુરૂષો સહીત 29 લોકો સામે નામજોગ અને 150ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી.

મહુવાના કતપર ગામ નજીક કે.પી.એનર્જી કંપની દ્વારા પવનચક્કીનુ કામ હાથ ધરાતા તેનો વિરોધ વ્યકત થઇ રહયો છે. અને છેલ્લા છ મહીનાથી મહુવા ખાતે આંદોલન ચાલી રહયુ છે. તે દરમિયાન કંપની દ્વારા ગામની અંદર અને પ્રાથમીક શાળાથી માત્ર 24 મીટર દૂર પવનચકકીનુ કામ શરુ કરાતા ગ્રામજનોમાં જેમા ખાસ કરીને મહીલા�ઓમાં રોષ ભભુકયો હોત.અને આજે આ મામલે ગ્રામજનોએ કામ કરતા કંપનીના કામદારો પર હુમલો કરતા 11 જેટલા કર્મચારી�ઓને ઇજા પહોંચી હતી. 125 થી 150 લોકોના ટોળાએ મજુરોપર હુમલો કરી કેટલાક વાહનનોની પણ તોડફોડ કરી નુકશાન પહોંચાડયુ હતુ.

બનાવની જાણ થતા મહુવાથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હોત.અને ઇજાગ્રસ્તોએ સારવાર માટે હોસ્પીટલમા ખસેડી આ બનાવ અંગે 9 મહીલા�ઓ સહીત 29 લોકો સામે નામ જોગ અને અન્ય 15 લોકોના ટોળા સામે ગુન્હો દાખલ કર્યો હતો.

29 ના નામ સાથે 150 ના ટોળા સામે રાવ
વિનોદભાઈ બેચરભાઇ ચાવડા, દિપકભાઇ મનુભાઇ બાંભણીયા, નરેશભાઇ મોહનભાઇ બાંભણીયા, જયાબેન નરશીભાઇ ડોળાશીયા, રમેશભાઇ બોઘાભાઇ બારૈયા, ગુડીબેન રમેશભાઇ બારૈયા, જાનુબેન મહોનભાઇ બારૈયા, રેખાબેન શાંતીભાઇ બારૈયા, મકાદમ ભારતીબેન ભરતભાઇ ડોળાશીયા, નરશીભાઇ આતુભાઇ, ધનજીભાઇ ભગવાનભાઇ શિયાળ, આતુભાઇ બોધાભાઇ ડોળાશીયા, અરવિંદભાઇ ડાયાભાઇ બાંભણીયા, ડાયબેન બેચરભાઇ ચાવડા, મંજુબેન અરજણભાઇ ચાવડા, રાજુભાઇ ભીખાભાઇ બાંભણીયા, તેજુબેન આતુભાઇ ડોળાશીયા, કીશોરભાઇ નરશીભાઇ ડોળાશીયા, બેચરભાઇ ડાયાભાઇ ચાવડા, ડાયાભાઇ કાળુભાઇ ડોળાશીયા, કેતનભાઇ માલાભાઇ શીયાળ, સવજીભાઇ સોમાતભાઇ બારૈયા, રાહુલભાઇ સોમાતભાઇ બારૈયા, સોમતભાઇ બાલુભાઇ બારૈયા, સુનીલભાઇ ઘીરૂભાઇ ડોળાશીયા, ખોડાભાઇ બોઘાભાઇ ગોહીલ, શાંતીભાઇ બાલાભાઇ અને રતનેબેન સહીત 125 થી 150ના ટોળા સામે વિવિધ કલમો નીચે ગુન્હો નોંધાયો છે.

આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે છે
છેલ્લા છ મહીનાથી આંદોલનકારી�ઓ દ્વારા પવનચકકીના વીરોધ બાબતે મામલતદારથી લઇ છેક મુખ્ય મંત્રી સુધીનાને અનેકવાર પત્રો લખ્યા,રજુઆતો કર્યા છતા આંદોલનકારી�ઓનંુ કોઇ સાંભળતુ નથી. અને મામલતદાર દ્વારા કંપનીને જાણ કરાય ત્યારે કામ બંધ કરી ફરી કામ શરુ કરી દેવામા આવે છે. હવે કંપની દ્વારા શાળાની નજીક ગામમા પવનચકકીનુ કામ શરુ કરાતા આંદોલનકારી�ઓએ તે કામ બંધ કરવાનુ કહેવા છતા કામ બંધ ન કરાતા આંદોલનકારી�ઓઉશ્કેરાયા હતા.બાકી છ મહીનાથી આંદોલન ચાલે છે. તે ગાંધી ચીન્ધયા માર્ગે જ ચાલે છે. જેમા ચોખ્ખુ જણાવાયુ છે કે અત્રે પવનચકકીનુ કામ કરવુ નહી.જંગલ ખાતાએ પણ મંજુરી આપી નથી.પરંતુ રાજકીય �ઓથ નીચે આ કંપની મનમાની કરી રહી છે. દિપકભાઇ બાંભણીયા, આંદોલનકારી

હુમલામાં ઈજાગ્રસ્ત કંપનીના કામદારો
કે.પી. એર્નજી કંપનીનું કામ કરતા સુલતાનભાઇ રસુલભાઇ હજામ, પ્રદિપભાઇ બાબરભાઇ શુકલ, કશ્યસિંહ વાળ, દલપતભાઇ ગોહીલ, મુન્નાભાઇ આતુભાઇ શીયાળ, ભોપાભાઇ ઠાપા, હરેશભાઇ સનાભાઇ જાદવ, મોહમદભાઇ અમીનઅલી ખાન, દીપકભાઇ ધનીરામભાઇ શર્મા, રવીન્દ્રપ્રસાદ દુબે, રાજુભાઇ દાદોલીપ્રસાદ કોલીને આ મારામારીમાં ઈજા થઈ હતી.

દાવો
વ્યકિતગત વાંધો ચાલે છે
દોઢ વરસ પહેલા કે.પી.એનર્જી કંપની દ્વારા પવનચકકીનુ કામ શરૂ કરાયુ હતુ. અને તે આ આંદોલનકારી�ઓએ જ કામ શરૂ કરાવ્યુ હતુ.કારણ તઓએ કંપની સાથે એવી શરતો રાખી હતી કે કંપની અમુક રકમ ભર્માદા વગેરેમા વાપરશે.બાદમા અમુક રકમ કંપનીએ આપી અને પછી રકમ આપવાની ના પાડી દેતા કેટલાક લોકોના પેટમા તેલ રેડાયુ હતુ. અને આ આંદોલન શરુ કર્યુ છે. બાકી ગ્રામજનોને કોઇને પવનચકકી બાબતે વાંધો છે નહિં 20 હજારની ગામની વસ્તી છે. તેમા 70-80 ને જ વાંધો છે.આ આંદોલન વ્યકતિ ગત પણ કહી શકાય તેવુ છે. કેતનભાઈ , સરપંચ- કતપરગામ

પ્રતિદાવો
અન્ય સમાચારો પણ છે...