દાતરડી ગામે ગ્રામજનોએ કર્યો નેશનલ હાઇવે ચક્કાજામ
રાજુલા તાલુકાના દાતરડી ગામે સમગ્ર ગ્રામજનોએ સાથે મળીને વેરાવળ ભાવનગર - નેશનલ હાઇવે ચક્કા જામ કરતા દરેક વાહનોના પૈડા થંભી ગય હતા. ગ્રામજનોની માંગ છે કે છેલ્લા ઘણા વર્ષોથી દાતરડી ગામથી રોડ પસાર થતો રોડ અતી ખરાબ હોય રોડ ઉપર ફુટ ફુટના ખાડા પડી ગયા હોવાથી ધુડની ડમરી સતત ઉડે ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે. ઉપરાંત આ બાબતે સરકારને રજુઆત કર્યા હોવા છતા કોઇ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોએ વાહનરોકાવીને વિરોધ કયો હતો.