જિલ્લામાં સૌથી વધુ ગોલમાલ કરે છે શાકભાજી-કરિયાણાના વેપારીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર તોલમાપ કચેરીમાં કરાતી વિવિધ ફરિયાદો ઉપરાંત કચેરી દ્વારા થતંુ ઇન્સપેક્શનનો સર્વે કરાતા છેલ્લા બે વર્ષમાં તોલમાપ કચેરી દ્વારા સાૈથી વધુ શાકભાજીના વેપારીઓ સામે ફરિયાદ નોંધાઇ તથા સૌથી વધુ દંડ કરિયાણાના વેપારીઓ પાસેથી કચેરીએ વસુલ કર્યો હતો.

ભાવનગર તોલમાપ કચેરી ખાતે ગ્રાહકો સાથે થતી છેતરપીંડીની ફરિયાદો આવે છે આ ઉપરાંત કચેરી દ્વારા ઇન્સપેક્શન પણ કરવામાં આવે છે. જેમાં કચેરીના અધિકારીઓ ત્યાં જઇને ચેકિંગ હાથ ધરે છે અને જો ફોલ્ટમાં પકડાય તો તેવા વેપારિઓને જે તે નિયમની જોગવાઇ કરીને માંડવા ફી વસુલવામાં આવે છે. ભાવનર ખાતેની તોલમાપ કચેરીનો સંપર્ક કરતા જાણવા મળતા છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ ફરિયાદો તથા ઇન્સપેક્શન દરમિયાન શાકભાજીના વેપારીઓ ફોલ્ટમાં આવ્યાં છે અને સૌથી ઓછી ફરિયાદો તથા ઇન્સપેક્શન કરાતાં ઇન્ડસ્ટ્રીઝ સામે દાખલ થયેલ છે. કચેરીમાં થતી ફરિયાદોમાં વિવિધ ફરિયાદો જોવા મળે છે જેવી કે વજન માપ ધારા અન્વયે ચકાસણી મુલ્યાંકન ન કરાવવુ, વજન માપ ઓછુ હોવુ, કિંમતમાં છેકછાક કરવી જેવી વિવિધ ફરિયાદો દાખલ થાય છે અને કચેરીઓ દ્વારા ચેકિંગ હાથ ધરીને દંડ ફટકારીને માંડવા ફી વસુલવામાં આવે છે.

સમગ્ર જિલ્લામાં કોઇપણ જગ્યાએ ગ્રાહકો સાથે છેતરપિંડી થાય તો તે લોકો અધિકારી, કલેક્ટરને અથવા તો તોલમાણ કચેરી ખાતે ફરિયાદ કરી શકે છે આ ઉપરાંત ગ્રાહકો ઓનલાઇન ફરિયાદ પણ રાજ્યકક્ષાએ અને નેશનલ કક્ષાએ કન્ઝયુમર કમ્પ્લેન્ટની વેબસાઇટ પરથી કરી શકે છે.

ગ્રાહક સુરક્ષાની ફરિયાદનુ નિવારણ કરાય છે
 ભાવનગર તોલમાપ કચેરી ખાતે મળતી વિવિધ વેપારીઓ, ઇન્ડસ્ટ્રીઝ, કંપની સહિતની ફરિયાદો સામે પેકેજ પામોડીટીના નિયમોની જોગવાઇ કરી કાર્યવાહી કરાય છે. ઉપરાંત ગ્રાહક સુરક્ષાને લગતી ફરિયાદોનું પણ કચેરી દ્વારા સમાધાન કરી નિવારણ કરી અપાય છે. કે.એમ.રાવળ, જિલ્લા અધિકારી, તોલમાપ વિભાગ

છેલ્લાં બે વર્ષમાં ક્યા વિભાગ પાસેથી કેટલી ફી વસુલી ?
િવભાગ કેટલા પાસેથી કુલ ફી

કરીયાણા 218 1,28,500

પેટ્રોલપંપ 07 30,000

શાકભાજી 236 25750

સોની 07 7000

વે-બ્રીજ 03 8000

ઈન્ડસ્ટ્રી 01 2000

અન્ય 225 213000

અન્ય સમાચારો પણ છે...