તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દસ્તાવેજ નોંધણી માટે સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઇન ચૂકવણી માન્ય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાં જાહેર જનતા દ્વારા સ્થાવર મિલકતની તબદિલીના વ્યવહારો માટે નિયત કરેલા દરે સ્ટેમ્પ ડ્યુટી તથા નોંધણી ફીની ઈ-પેમેન્ટ દ્વારા ઓનલાઇન ચૂકવણી સ્વીકારવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પક્ષકાર સ્ટેમ્પ ડ્યૂટીની ઈ-પેમેન્ટ દ્વારા ઓનલાઇન ચૂકવણી કરી સંલગ્ન અધિકારી સમક્ષ ઈ-ચલણ રજૂ કરે, તો તેને માન્ય ગણવામાં આવશે.

હાલ રાજ્યમાં નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપર, ફ્રેંકિંગ મશીન તથા ઈ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ દ્વારા કરી શકાય છે. આ ત્રણેય પદ્ધતિમાં કચેરીના નિયત સમય દરમિયાન જ સ્ટેમ્પ મળી શકે છે.

કઇ રીતે મેળવશો સુવિધા
આ માટે સુવિધાનો લાભ મેળવવા માટે પક્ષકારે garvi.gujarat.gov.in સાઈટ પર જઈ, Public Data Entry લિંક પર જરૂરી વિગતો ભરીને પોતાનું લોગ-ઇન આઈ.ડી. બનાવવાનું રહેશે. જેના પર લોગ-ઇન થઈને મિલકતને લગતી જરૂરી વિગતો ભર્યેથી પક્ષકાર ઇન્ટરનેટ માધ્યમથી ઘેરબેઠાં અનુકૂળ સમયે ઈ-પેમેન્ટ ચૂકવી શક્શે. ત્યાર બાદ ઈ-પેમેન્ટથી સ્ટેમ્પ ડ્યુટી ભર્યા અંગેના ઈ-ચલણની પ્રિન્ટ કાઢીને સબ-રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરાતાં, તેનું ઓનલાઈન વેરિફિકેશન કરવામાં આવશે. તદુપરાંત અન્ય કોઈ વ્યક્તિ આ ઈ-ચલનનો ફરી દુરુપયોગ ન કરે તે માટેની તકેદારીરૂપે સબ-રજિસ્ટ્રાર આ ઈ-ચલણને ગરવી વેબ એપ્લિકેશન મારફત તરત જ લોક કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો