તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્ત સિંધી સમાજ દ્વારા વૈશાખી ગુરૂપ્રભ દિન મહોત્સવ ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ભાવનગર સિંધી સમાજ દ્વારા તારીખ 12, 13, 14 એપ્રિલ (મંગળ બુધ ગુરૂ) સતત ત્રિ-દિવસીય ભાવનગર રસાલા કેમ્પ ન્યુ ગુરુનાનક ગુરુદ્વારા સાથે સંત કવરરામ ચોક સામે (તંબેલા) શ્રી ગુરુનાનક ગુરુદ્વારામાં ભાવનગર સિંધુનગરમાં આવેલ સંત બખતરામ ગુરુદ્વારા, આનંદનગરમાં શ્રી ગુરુનાનક ગુરુદ્વારા સાથે સંત સ્વરૂપદાસ ગુરુદ્વારા, ગાયત્રીનગર ગુરુ ગોવિંદસિંઘ ગુરુદ્વારામાં તારીખ 14મી ગુરુવારે 320મો સાલાના વૈશાખી ગુરૂપ્રભ દિન મહોત્સવ ભારે ધામધૂમ આનંદ ઉલ્લાસ સાથે ઉજવાશે.

શીખ પંથનો સ્થાપના દિન ગુરુ ગોવિંદ સિંઘ મહારાજે વૈશાખીના દિવસે શીખપંથની સ્થાપના કરી હતી એટલે વૈશાખી મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે.

આ પ્રસંગે કોટા રાજસ્થાનના આંતરરાષ્ટ્રીય કથાકાર અનમોલ ગુરૂબાની કથાકાર ભાઈ મોહનસિંઘ કથાકાર પોતાની આગવી ઢબથી ગુરુવાની જ્ઞાનનો ગુરૂપ્યારી સાદસંગતને પોતાના મધુર કંઠે ગુરુબાની કથા શ્રવણ કરાવી નિહાલ કરશે

રસાલા કેમ્પ ન્યુ ગુરુનાનક ગુરુદ્વારામાં તારીખ 12, 13, 14 સવારે 8 થી 9-30 રાત્રે 8-30 થી 10 સુધી રહેશે તા. 12 બખતરામ ગુરુદ્વારા સિંધુનગરમાં વહેલી સવારે 5 થી 6, તારીખ 13 ગાયત્રીનગર ગુરુગોવિંદસિંઘ ગુરુદ્વારામાં સવારે 7 થી 7-45 તા. 14 ગુરુવારે આનંદનગર ગુરુદ્વારામાં સવારે 7 થી 7-45 તા. 13 સંત સ્વરૂપદાસ ગુરુદ્વારામાં સાંજે 7થી 8-45 તા. 14 સંત કવરરામ ચોક સાંજે ૭-30 થી 8-30 બાદ 9:00 કલાકે ખુલ્લો લંગર પ્રસાદ વર્તાશે. ગાયત્રીનગર ગુરુ ગોવિંદસિંઘજી ગુરુદ્વારામાં પણ 9:00 ખુલ્લો લંગર પ્રસાદ શરૂ થશે સાથે સિહોર સિંધી કેમ્પ, પાલીતાણામાં એસએસડી મંડળના ગુરુદ્વારા ગુરૂનાનક સોસાયટીમાં આવેલ ગુરૂનાનક ગુરૂનાનક ગુરૂદ્વારામાં વૈશાખી મહોત્સવ ભારે ધામધુમથી ઉજવાશે. પાલીતાણા ગુરૂનાનક ગુરૂદ્વારામાં તા.13 રાત્રે 9 થી 10, તા.14ના સવારે 6 થી 7, રાત્રે 9 થી 10 ગુરૂબાની કાર્યક્રમ રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...