Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
UPSC મેઇન પરીક્ષાનું રિઝલ્ટ ટૂંકમાં જ જાહેર થશે
UPSC સિવિલ સર્વિસ મેઇન્સ એક્ઝામનું રિઝલ્ટ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. વર્ષ 2019માં મેઇન્સ એક્ઝામ અગાઉના વર્ષો કરતાં વહેલી લેવાઈ હતી.
વર્ષ 2015, 2016માં યુપીએસસી મેઇન એક્ઝામ ડિસેમ્બરમાં આયોજિત કરવામાં આવી હતી. 2017માં એક્ઝામ ઓક્ટોબરમાં લેવાઈ હતી. 2018, 2019માં એક્ઝામનું આયોજન સપ્ટેમ્બરમાં કરાયું હતું. ગયા વર્ષે યુપીએસસી મેઇન એક્ઝામ 2018ની સરખામણીએ એક અઠવાડિયા વહેલી યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સિવિલ સર્વિ સ મેઇન્સમાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ હોય છે. લેખિત પરીક્ષાની ઔપચારિકતા પૂરી કરવામાં આવ્યા બાદ ઇન્ટરવ્યૂ માટે તારીખોની જાહેરાત કરાય છે. વર્ષ 2018માં 20 ડિસેમ્બરે મેઇન એક્ઝામનું પરિણામ આવ્યું હતું, જ્યારે 8 જાન્યુઆરી, 2019ના રોજ ઇન્ટરવ્યૂ લેવાયા હતા. સામાન્ય રીતે ઇન્ટરવ્યૂ ફેબ્રુઆરીમાં આયોજિત કરાય છે અને અંતિમ રિઝલ્ટ એપ્રિલમાં જાહેર થાય છે.