તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 માર્ચે યુનિ. કુલપતિ સર્ચ કમિટિની બેઠક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 24 ફેબ્રુઆરી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના નવા કુલપતિના નામની પસંદગી માટે રચાયેલી સર્ચ કમિટિની બેઠક ગત તા.28 ડિસેમ્બરે મુંબઇમાં મળવાની હતી તે આખરી ઘડીએ મુલત્વી રાખવામાં આવ્યા બાદ હવે આગામી તા.9 માર્ચને શનિવારે વીસી સર્ચ કમિટિની બેઠક અમદાવાદ ખાતે રાખવામાં આવી છે. આમ, બે માસથી વધુ સમયગાળો વિત્યા બાદ આ બેઠક મળવાની છે અને તેમાં ભાવનગરની એમ.કે.બી.યુનિ.ના કુલપતિના નામ અંગે અંતિમ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના આગામી ત્રણ વર્ષના સમયગાળા માટે નવા કુલપતિની નિમણૂંક માટે સર્ચ કમિટિની બેઠક મુંબઇ ખાતે મળવાની હતી પણ આખરે મોકૂફ રાખવામાં આવ્યા બાદ હવે બે માસ બાદ હવે ફરીથી બેઠક માટે મુહૂર્ત 9મી માર્ચે આવ્યું છે.

આથી આગામી 9 માર્ચને શનિવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના નવા કુલપતિ માટેના આખરી 3 નામ ફાઇનલ થશે તેમ જાણવા મળ્યું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના નવા કુલપતિ થવાની રેસમાં હાલમાં કુલ 14 ઉમેદવારો અંતિમ તબક્કામાં રહ્યાંં છે.

કુલપતિ સર્ચ કમિટીની આ સંભવિત અંતિમ બેઠક પૂર્વે કુલ 18 ઉમેદવારો હતા પણ તેમાંથી 4 ઉમેદવારો ગેરલાયક થતા હવે અંતિમ તબક્કામાં 14 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. હવે અંતિમ બેઠકમાં 3 નામો પસંદ કરી તે નામ કુલાધિપતિના હોદ્દાની રૂએ રાજ્યપાલને મોકલવામાં આવશે અને રાજ્યપાલ રાજ્ય સરકાર સાથે વિચાર વિમર્શ કરી ભાવનગર યુનિ.ના નવા કુલપતિના નામની જાહેરાત કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો