તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠાપરની પોણા બે કરોડ ચોરસ મીટર સરકારી જમીનમાં અનઅધિકૃત વાવેતર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લામાં કરોડો ચોરસ મીટર જમીન જે તે સમયે ખેત જમીન ટોચ મર્યાદા ધારાના કાયદા હેઠળ સરકારે ખાલસા કરી હતી પરંતુ તે જમીનની જાળવણી નહીં થતા તેમાં અનઅધિકૃત રીતે વાવેતર અને દબાણ થઈ ગયા છે.તેવી જ ભાવનગર તાલુકાના મીઠાપર ગામે ખાતા નંબર 123 ની જુદાજુદા સરવેનંબર ની કુલ પોણા બે કરોડ ચોરસ મીટર સરકારી પડતર જમીનમાં વર્ષોથી લોકો ગેરકાયદેસર રીતે જુવાર અને કપાસની ખેતી કરી દબાણ કર્યું છે પરંતુ આ કિંમતી જમીન તરફ તંત્ર બેધ્યાન છે.

ભાવનગરમાં રજવાડા બાદ હજારો એકર જમીન મહારાજા પાસેથી સરકારે ખેત જમીન ધારા હેઠળ ખાલસા કરી હતી. જેમાં તંત્રની બેદરકારીથી નાના મોટા દબાણો થઈ ગયા છે પરંતુ ભાવનગર તાલુકાના મીઠાપર ગામની મોટા ભાગની તમામ સરકારી પડતર જમીન માં સ્થાનિક અને બહારના લોકો દ્વારા જમીનને પોતપોતાની રીતે વાળી પોતે માલિક હોય તે રીતે ગેરકાયદેસર રીતે ખેતી કરી રહ્યા છે. સરકારી પડતર જમીન માં ખુલ્લેઆમ ખેતીના દબાણો થઈ ગયા હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મીઠાપર ગામે ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ખાલસા કરેલી 1,74,42,357 ચોરસ મીટર જમીનમાં વર્ષોથી લોકો અનઅધિકૃત રીતે ખેતી કરી રહ્યા છે. સરકારની કિંમતી જમીનમાં બારોબાર વાવેતર થતા હોવા છતાં સરકારને તે નજરમાં આવતું નથી. જો આવી જ સ્થિતિ રહેશે તો આ સરકારી પડતર જમીનો ખાનગી માલિકીની થતા વાર નહી લાગે.

અનઅધિકૃત વાવેતર સામે કાર્યવાહી થશે
મીઠાપર ગામે ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ખાલસા કરેલી સરકારી પડતર જમીન માં અનઅધિકૃત રીતે થયેલા વાવેતર સામે તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કે.એમ.સંપટ , ભાવનગર ગ્રામ્ય મામલતદાર

મૂળ સરવે નંબરના આકાર પણ ફેરવી નાખ્યા
ભાવનગર તાલુકાના મીઠાપર ગામે ખાતા નંબર 123 હેઠળના જુદાજુદા સરવેનંબર ની સરકારી પડતર જમીન માં હાલમાં અનઅધિકૃત રીતે ખેતી તો થાય છે પરંતુ આ જમીનમાં મૂળ સરવેનંબર ના આકાર પણ ફેરવી નાખી આખી જમીનના પોતાની રીતે ભાગલા પણ પાડી નાખ્યા.

ફેક્ટ ફાઈલ 123

ખાતાનંબર163
જુદા-જુદા સર્વે નંબર1,74,42,357
ચો.મી. જમીન

અન્ય સમાચારો પણ છે...