તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળીયાબીડ હત્યામાં વધુ બે ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત તા.19/1/19 ના રોજ મુળ તળાજાના કેરાળા ગામના વતની સુજાનસીંહ તેમના મિત્ર ભગીરથભાઇ હડીયલ સાથે કાળીયાબીડ મઢુલી પાસે બેઠા હતા. તે વખતે આરોપીઓ હરૂભા પીપળી, જે.ડી.સરવૈયા, જયદીપ લાખાણી, કોનાર્ક પરમાર અને પાંચ અજાણ્યા શખ્સોએ જીવલેણ હથિયારો વડે બન્ને યુવકો પર હુમલો કરતા સુજાનસીંહનુ મોત નિપજયુ હતુ. આ બનાવમા અગાઉ પોલીસે જયદીપસીંહ ઉર્ફે જયદીપ લાખાણી ની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જયારે બાદમા તપાસ એલસીબીને ને સોંપાતા ગત તા.23/2ના જે.ડી.સરવૈયા અને કોનાર્ક પરમારની ધરપકડ કરી હતી. જયારે આજે આ મામલે વધુ પાંચ આરોપીઓના નામો ખુલતા જેમા હર્ષ ડોડીયા, કૃણાલસીંહ ઉર્ફે ભોલુ જાડેજા, જયદીપ ઉર્ફે ચીનો, ઇન્દ્રજીતસીંહ અધેવાડા અને મોહીત ઉર્ફે મોદીનંુ નામ ખુલતા એલસીબી ટીમે આજે ભરતનગરમા રહેતા હર્ષ ભરતભાઇ ડોડીયા અને કાળીયાબીડમા રહેતા મોહીત ઉર્ફે મોદી પ્રભાતભાઇ મકવાણાની ધરપકડ કરી હતી. હજુ ત્રણ આરોપીઓ ફરાર છે.

અત્રે નોંધનીય છે કે કાળીયાબીડમાં બનેલી હત્યાની આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. પોલીસ ફરીયાદ બાદ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ આ બનાવની તપાસ એલ.સી.બીને સોંપવામાં આવી હતી. અને એલ.સી.બી.એ ચાર હત્યારાની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો