તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અઢી વર્ષ બાદ યુનિ.માં 52 બિનશૈક્ષણિક જગ્યાની ભરતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમેદવારો 30 જાન્યુઆરી સુધીમાં MKB યુનિ.માં અરજી કરી શકશે

એજ્યુકેશન રિપોર્ટર |ભાવનગર | 11 જાન્યુઆરી
MKB યુનિ.માં અઢી વર્ષના લાંબા સમયગાળા બાદ બિનશૈક્ષણિક વિભાગમાં 52 જગ્યા�ઓની ભરતી કરવામાં આવશે અને આ ભરતી પ્રક્રિયા માટેની માહિતી યુનિ.ની વેબસાઇટ www.mkbhavuni.edu.in પર મુકવામાં આવી છે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.30 જાન્યુઆરી,2019 સુધીમાં અરજી કરવાની રહેશે.

આ ભરતી અંતર્ગત બાસ્કેટ બોલ કોચ, કોલેજ ગ્રંથપાલ, ટેકનિકલ આસિસ્ટન્ટ(ગ્રંથપાલ), ડ્રાફ્ટસમેન, લેબ. ટેકનિશિયન, ડિપાર્ટમેન્ટલ સ્ટોરકિપર, ટેલિફોન �ઓપરેટર, લેબ. આસિસ્ટન્ટ, 28 જગ્યા આસિસ્ટન્ટ, 12 જગ્યા ટાઇપિસ્ટ, સિનિયર સ્ટેનોગ્રાફર, જૂનિયર ઇજનેર (ઇલે.), સિવિલ સુપરવાઇઝર અને ઇલે. સુપરવાઈઝરની કુલ મળી 52 જગ્યાઅો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમ યુનિ.ના કાર્યકારી કુલપતિ ડો.ગિરીશભાઇ વાઘાણએ જણાવ્યું હતુ. ઉમેદવારોએ 30 જાન્યુઆરી સુધીમાં MKB યુનિ., ગૌરીશંકર લેઇક રોડ, ભાવનગરના સરનામે અરજી કરવાની થશે. વધુ વિગત યુનિ.ની વેબસાઇટ પરથી મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...