તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રક ચાલકો બેફામ : બાઇકને ટલ્લો મારતા બાળકનુ મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરમાં ટ્રક ચાલકો બેફામ બન્યા હોય તેમ હજુ 4 દિવસ પૂર્વે જ ભાવનગર તથા સિહોરમાં ટ્રક અડફેટે ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા ત્યા વધુ એક ટ્રક ચાલકે ચિત્રા પાસે વાહન અડફેટે લેતા 3 વર્ષના બાળકનુ મોત નિપજ્યુ હતુ.

બનાવ અંગે મળતી વિગત મુજબ શહેરના ચિત્રા સિદસર રોડ ફિલ્ટરની ટાંકી પાસે રહેતા દાસભાઇના પુત્ર યશ (ઉ.વ.3) તેના દાદા દેવજીભાઇ સોલંકી સાથે ચિત્રા જી.આઇ.ડી.સીમાં વસ્તુ લેવા ગયેલ જ્યાથી પરત ફરતી વખતે બન્ને દાદા-પોત્ર રોડ ક્રોસ કરવા રજવાડી પાનના ગલ્લા સામે રોડ પર ઉભા હતા ત્યારે પાછળથી આવતા ટ્રકે તેમની મોટરસાઇકલને ટલ્લો મારતા આગળ ટાંકી પર બેસેલ યશ રોડ પર પડતા ટ્રકના વ્હીલ નીચે આવી જતા ગંભીર ઇજાઓ થતા તેને સારવાર્થે સર.ટી.હોસ્પીટલ ખસેડાયા હતા જ્યા ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે મૃતક બાળકની પી.એમ સહિતની કાર્યવાહી કરી ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

12 દિવસમાં 6 વ્યક્તિઓના ટ્રક અડફેટે મોત

ભાવનગર શહેર જિલ્લામાં ટ્રક અડફેટે છેલ્લા 12 દિવસમાં 1 મહિલા તથા બે બાળક સહિત કુલ 6 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જેમાં તા.1-3ના રોજ પાલિતાણાના મોખડકા ગામે ડમ્પરે અડફેટે લેતા બાઇક ચાલક રાજેન્દ્રસિંહ તખુભા ગોહિલનુ મોત નિપજ્યુ હતુ જ્યારે તા.6-3ના રોજ કુંભારવાડા શિતળામાના મંદિર પાસે ડમ્પર અડફેટે બાઇક સવાર કાર્તીકભાઇનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે તા.8-3ના રોજ સિહોરના જીતેન્દ્રભાઇ ચૌહાણની પત્ની હિરલબેન તથા પુત્ર દર્શનનુ ચિત્રા પાસે ટ્રક અડફેટે તથા ભાવનગરના વિનોદભાઇ તથા બિપીનભાઇને સિહોરમાં ટ્રક ચાલકે અડફેટે લેતા મોત નિપજ્યુ હતુ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો