તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નજીવી બાબતે સાતપડા ગામે ધારીયુ માર્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધારના સાતપડા ગામે િવદ્યાર્થીઓ વચ્ચેની મારામારીના બનાવમાં નજીવી બાબતે ઠપકો આપતા બે શખ્સોએ ધારીયા વડે ઈજા કર્યાની ગારિયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. ગારિયાધારના સાતપડા ગામના રહિશ આહિર હનુભાઇ બાવલાભાઇ ડઢણીયાએ તેમના પુત્ર ભાવિકને સ્કુલમાં અન્ય છાત્રો સાથે થયેલી મારામારી બાબતે ઠપકો દેતા તે જ ગામના કાંતિભાઇ લખમણભાઇ દેવીપૂજક અને જયસુખ હિંમતભાઇ દેવીપૂજકે હનુભાઇને ધારીયા વડેે ઇજા કર્યાની ગારિયાધાર પોલીસમાં ફરીયાદ નોંધાવતા હે.કો. ટી.જે.સરવૈયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...