ઉચ્ચ શિક્ષણમાં સુવિધાના હેતુથી વિભાવરીબહેન આફ્રિકાના પ્રવાસે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિવરીબેન દવે તા. 12 ફેબ્રુઆરીથી તા. 22 ફેબ્રુઆરી સુધી આફ્રીકા ખાતે ‘‘સ્ટડી ઇન ગુજરાત’’ના પ્રવાસે ગયા છે.. આ દરમ્યાન આફ્રીકાના કેન્યા, યુગાન્ડા તથા ઝિમ્બાબ્વે દેશનો પ્રવાસ કરનાર છે. નાયરોબી, કમ્પાલા અને ઝિમ્બાબવે ખાતે ‘‘રોડ શો’’ યોજાનાર છે. જેમાં તા.13 ફેબ્રુઆરી થી તા.15 ફેબ્રુઆરી સુધી નાયરોબી (કેન્યા), તા.16 ફેબ્રુઆરી થી તા.18 ફેબ્રુઆરી સુધી કમ્પાલા (યુગાન્ડા), તા.18 ફેબ્રુઆરીથી તા.21 ફેબ્રુઆરી સુધી હરારે (ઝીમ્બાબ્વે)નો સમાવેશ થયો છે.

આ કેમ્પેઇન દરમ્યાન દરેક દેશના અલગ-અલગ હાઇ કમિશનર સાથે મીટીંગ બેઠક યોજાશે અને જે તે સ્થળના ભારતીય લોકો અને ગુજરાતી લોકોને પણ મળશે. વિવિધ યુનિવર્સિટીઓની અને શૈક્ષણિક સંસ્થાઓની પણ મુલાકાત લેશે. આ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર રોડ શો દરમ્યાન જે તે દેશના નેતાઓ પણ ઉપસ્થિત રહેનાર છે.

આ કેમ્પેઇનમાં અલગ-અલગ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ પોતાના શિક્ષણ સુવિધાની માહિતી પુરી પાડશે. ‘‘સ્ટડી ઇન ગુજરાત’’ દ્વારા ગુજરાતના શિક્ષણની મહેક દેશ-વિદેશમાં પહોંચે અને ત્યાંના વિદ્યાર્થીઓ ગુજરાતમાં શિક્ષણ મેળવવા આવે. ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિ., પેટ્રોલીયમ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, મેરીટાઇમ યુનિ., સ્પોર્ટસ યુનિવર્સિટી વિગેરે જેવી અનેક યુનિવર્સિટી આવેલ છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિશિષ્ટ આયોજન થશે
અન્ય સમાચારો પણ છે...