વકરતી જતી ટ્રાફિક સમસ્યા, તંત્રની ચુપકીદી, 108ને પણ દમ આવી ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર સહિત રાજ્યભરને ટ્રાફિકની સમસ્યા મુક્ત બનાવવા તંત્ર દ્વારા પ્રારંભે સુરા ની જેમ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ટ્રાફિકની સમસ્યા ત્યારે જ હલ થાય જ્યારે રસ્તા પહોળા દબાણમુક્ત અને પાર્કિંગ માટે વ્યવસ્થા હોય. જે માટે ભાવનગરમાં ગામ તળ વિસ્તાર ને છોડી બારોબાર દબાણ હટાવ્યા. પરંતુ જ્યાં ખરેખર જરૂરિયાત છે અને શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સૌથી વિકટ સમસ્યા છે તેવા બજાર અને ગામતળ વિસ્તારોમાં પાર્કિંગ ખુલ્લા કરાવવા તેમજ દબાણ હટાવવા તંત્ર પગ મુકવાની પણ હિંમત કરી શક્યું નહીં. રાત ગઈ બાત ગઈ ની જેમ પાર્કિંગ અને દબાણો તંત્ર વિસરી ગયું. આજે એ પરિસ્થિતિ આવીને ઊભી છે કે, શહેરના મુખ્ય ગીચ વિસ્તારોમાં દિનપ્રતિદિન ટ્રાફિકનો પ્રશ્ન વધુને વધુ વકરતો જાય છે. થોડા દિવસ પૂર્વે જ ઘોઘાગેટ ચોકમાં આડેધડ લારીઓ અને વાહનોને કારણે 108ની વાનને 200 મીટરનો રસ્તો પસાર કરવામાં નાકે દમ આવી ગયો હતો. એક તરફ પાર્કિંગ ના ભાવ ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બની રહ્યો છે ત્યારે બીજી તરફ તંત્રવાહકો હાથ પર હાથ ધરી બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...