ભાવનગરના પ્રવેશદ્વારે જ રોજ બે ટાઈમ થાય છે ટ્રાફિક્સ જામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરના પ્રવેશદ્વારમાં જ દિવસમાં બે વખત ભારે ટ્રાફિક જામ થાય છે અને પરિણામે સેંકડો વાહનચાલકો ફસાય છે. ટ્રાફિકની આ સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા ચિંતા તો અનેક વખત વ્યક્ત કરવામાં આવી છે પણ કોઇ નક્કર પગલાં ભરાયા નથી તે હકીકત છે.

રેલવે હોસ્પિટલથી આર.ટી.ઓ. સર્કલ સુધીના વિસ્તારમાં હીરાના 100 જેટલા નાના મોટા કારખાના આવેલા છે. જ્યાં 25 હજારથી વધુ રત્ન કલાકારો દરરોજ રોજગારી માટે આવે છે. આ રત્ન કલાકારો રોજગારી માટે સવારે 7.30 કલાકે કારખાનામાં આવી જાય છે. પણ શહેરમાં આ વિસ્તારમાં જે બે સમય ભારેથી અતિ ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તે છે બપોરે 12.30થી 1.30 દરમિયાન જ્યારે આ રત્ન કલાકારોને ખાવા માટે રિસેસ પડે છે ત્યારે ગઢેચી વડલાથી રેલવે હોસ્પિટલ સુધીના માર્ગમાં બન્ને તરફ ભારે ભીડ જમા થાય છે અને એકથી બીજા છેડા સુધી જવા માટે ટ્રાફિક જામ થઇ જાય છે. જ્યારે સાંજે 6.30થી 8 વાગ્યા દરમિયાન જ્યારે રત્ન કલાકારો કામગીરીના સ્થળેથી છૂટીને ઘરે જવા નિકળે છે ત્યારે પણ આ માર્ગ પર ટ્રાફિક જામ થાય છે અને ત્યારે તો બે કિલોમીટર પસાર કરવામાં 20 મિનિટ લાગી જાય છે. તેવો
ટ્રાફિક હોય છે.

ટ્રાફિક જામની સમસ્યા દુર કરવા ઉપાયો

> હીરાના કારખાનેદારોની એક બેઠક બોલાવી કારખાના છૂટવાનો સમય એક સાથે છે તેના બદલે થોડા થોડા અંતરે થાય તેવું કરી શકાય.

> બોરતળાવથી રેલવે સ્ટેશન જવા માટેનો ટ્રાફિક હોય છે તે મુખ્ય હાઇ-વેને જામ કરી દે છે આથી બોરતળાવથી રેલવે સ્ટેશન ભાવનગર પરા જવા માટે ઓવર બ્રીજ કે અંડર બ્રીજ બનાવવો જોઇએ.

પ્રશ્ન વર્ષો જૂનો પણ તંત્રએ પગલાં લીધા નથી

RTO રોડથી શરૂ કરી કુમુદવાડી, અમર સોસાયટી, ગઢેચી-વડલા, બોરતળાવ, માલધારી સોસાયટી, રામજીની વાડી સહિતનો વિસ્તાર હીરાના નાના-મોટા કારખાનાનો છે. જ્યાં દરરોજ 25 હજાર જેટલા રત્ન કલાકારો રોજીરોટી રળે છે. આ પ્રશ્ન તો વર્ષો જૂનો છે પણ તંત્રએ તેના કાયમી ઉકેલ માટે કોઇ નક્કર પગલાં લીધા નથી. અત્યારે પણ જે ઓવરબ્રીજ બનાવવાના છે તે શાસ્ત્રીનગરથી દેસાઇનગર સુધી નહીં પણ નારી ચોકડી સુધી બનાવવો જરૂરી હતો જેથી શહેરના આંતરિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટે. > વિઠ્ઠલભાઈ મેંદપરા, પ્રમુખ, ભાવનગર ડાયમંડ મેન્યુ. એસો.

મહાનુભાવો, અમારી પીડા ક્યારે સમજશો?

સમસ્યા Â 100થી વધુ હીરાના કારખાના અને 25 હજારથી વધુ રત્ન કલાકારોનો વિસ્તાર
અન્ય સમાચારો પણ છે...