તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા-મહુવા-રાજુલામાં રોડનાં અધુરા કામથી વાહનચાલકો ત્રસ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | 11 જાન્યુઆરી

મહુવા તળાજા મહુવા રાજુલા રોડ રીપેરીંગનુ કામ તા.21/12ના મે.ઓમ કન્ટ્રકશન ભાવનગરને આપવામાં આવેલ છે અને 15 દિવસમાં કામગીરી પુર્ણ કરવા જણાવવામાં આવેલ છે. તેમ છતાં કોઇ દેખરેખ કે કોન્ટ્રાટર દ્વારા કેટલું કામ થયું? કેટલુ બાકી? તેના નિયમીત રીપોર્ટિંગના અભાવે તળાજા-મહુવા રોડ ઉપર માત્ર જાગધાર સુધી થીગડા બુરવાની કામગીરી થયા બાદ આગળની કામગીરી હજુ શરૂ ન થતા લોકોમાં ભારે રોષ ઉભો થવા પામેલ છે.

મહુવા થી તળાજા મહુવા રાજુલાનો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે-51 ઉપરનો જુનો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં આવી ગયેલ છે. તદ્ન ખરાબ હાલતમાં આવેલા આ રોડને રીપેરીંગ કે નવિનીકરણની કોઇ દરકાર નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા લેવામાં ન આવતા મુસાફરો મહુવા-તળાજા જુના રોડથી ત્રાહિમામ પોકારી ઉઠતા મહુવાના આગેવાનોએ રોષ પૂર્વક ઉચ્ચ સ્તરે વખતો વખત રજુઆત કરવામાં આવી રહી છે. તે બાબતને દિવ્યભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારે વખતોવખત વાચા આપતા અને મહુવાના વકીલ જે.બી. ચૌહાણે તા.25/12 થી રસ્તા રોકો આંદોલનની ચિમકી આપતા તંત્ર સફાળુ જાગતુ થયુ અને તળાજા મહુવા અને મહુવા રાજુલાના રોડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો પરંતું કામ થઇ રહ્યું છે કે નહીં? તેવી દેખરેખ કે ચોકસાઇના અભાવે જાગધાર સુધી થીગડા બુરવાની કામગીરી થયા બાદ આગળની કામગીરી ન થતા અને પેવર રોડ બનાવવાની કામગીરી ન થતા. મુસાફરોમાં ભારે રોષ ભભુકી ગયો છે અને હવે અગાવથી તારીખ આપવાના બદલે ગમે તે દિવસે ચક્કાજામ કરવા માટે ફરી લોકો તૈયારી કરી રહ્યા છે.

ઝડપથી પુરૂ કરવા સૂચના આપી છે
મહુવા તળાજા મહુવા રાજુલા રોડ રીપેરીંગનુ કામ તા.21/12ના મે.ઓમ કન્ટ્રકશન ભાવનગરને આપવામાં આવેલ હતું અને 15 દિવસમાં કામગીરી પુર્ણ કરવા જણાવવામાં આવેલ હતું પરતું મશીનરીમાં આવેલ ટેકનીકલ ખામીના કારણે કામ જાગધારથી આગળ વધેલ નથી. આથી કોન્ટ્રાકટરને તાકીદ કરી કામ શરૂ કરવા અને ઝડપથી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે. અમરીશ માનકર, પ્રોજેક્ટ ડાયરેકટર, NHAI, પી.આઇ.યુ. ભાવનગર

અન્ય સમાચારો પણ છે...