તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેડિકલ ટીમ અંગદાન લેવા પહોંચે તે પહેલા જ ટોટલ ડેથ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ રિપોર્રટર |ભાવનગર | 15 એપ્રિલ

ભાવનગર જૈન સમાજના ખૂબ જ જાણીતા અને લોકપ્રિય અગ્રણી ચંદ્રકાન્ત શાહ તેમના પત્નીના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા તે વેળા જ તેમને બ્રેઇન સ્ટ્રોક આવતાં બાદમાં બ્રેઇન ડેડ થતાં જૈન સમાજ દ્વારા ભાવનગરમાં પહેલીવાર અંગદાન જાહેર થયું હતું. જો કે કમભાગ્યે અમદાવાદની ટીમ ઓર્ગન ડોનેશન માટે ભાવનગર પહોંચે તે પહેલા જ તેમનું હાર્ટ ફેઇલ થઇ જતાં તેમને એબ્સોલ્યુટ ડેડ જાહેર કરવામાં આવતાં અંગદાન લઇ શકાયું નહોતું.

મેડીકલ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર દર્દી ચન્દ્રકાંતભાઈ જયસુખલાલ દોશી ( જૈન વાણીક ) ઉ.વર્ષ. 65, રહેવાસી, રાધાકુંજ સોસાયટી રાધામંદીર ની બાજુમાં, ભાવનગરને હાઇ બ્લડપ્રેશર (બી. પી. ) ની બીમારી છેલ્લા 13 વર્ષથી હતી. તેઓ નું બી.પી. અચાનક વધી જતાં તા :13/ 04 /19, ને સવારે 9:00વાગ્યે અચાનક બેભાન થઈ જતા સારવાર માટે મેરૂ નર્સિંગ હોમ , ભાવનગરમા સારવાર માટે લાવેલા હતા ત્યાં તેઓના મગજનો સી. ટી. સ્કેન કરાવતા મગજની નસ ફાટી જતાં મગજમાં લોહી પ્રસરી ગયું હતું. ત્યારબાદ તેઓને ઘનિષ્ઠ સારવાર માટે સર.ટી. હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં આજ રોજ તા : 15 /04/ 2019 ના સવારે 11 : 00 વાગ્યે ડો. રાજેન્દ્ર કાબરીયા (ન્યુરોસર્જન)એ તપાસીને બ્રેઇનડેડ જાહેર કરેલા હતા. પરંતુ તા :15 / 04 / 2019ના બપોરે 1: 00 વાગ્યે તેઓનું હદય બંધ થઇ જતા અંગોનું દાન લઈ શકાયુ ન હતું. ડો. રાજેન્દ્ર કાબરિયાએ કહ્યું કે 2008 બાદ જૈન સમાજ તરફથી જાહેર કરાયેલું આ પ્રથમ અંગદાન હતું. ભાવનગરમાં તેમના સંતાનો સિદ્ધાર્થ, હેતલ અને ધરા તથા તેમનાા પત્ની અરૂણાબેને અંગદાનની મંજૂરી જાહેર કરતાં અમદાવાદ કીડની હોસ્પિટલથી કો. પ્રાંજલ મોદીની ટીમ ભાવનગર આવવા રવાના થઇ ચૂકી હતી પરંતુ 1 વાગ્યાના સુમારે તેમનું હાર્ટ કામ કરતુ અટકી જતાં તેઓ ટોટલ ડેડ જાહેર થતાં અંગો મેળવી શકાય તેવી શક્યતા ન રહેતાં અમદાવાદની ટીમ સ્થગિત રહી હતી.

ઉલ્લેખનીય છે કે જેમના અંગોનું દાન જાહેર થયું હતું તે ચન્દ્રકાન્તભાઇ જૈન સમાજના બહુ જ લોકપિય અને સેવા ભાવી અગ્રણી હતા. સેવાક્ષેત્રનો તેમનો વ્યાપ અત્યંત વિસ્તૃત હતો. તેઓ ભાવનગરની તેઓ ભાવનગરમાં જૈન સાધર્મિક ભક્તિ ટ્રસ્ટ, અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર, વડવા જૈન ભોજનાલય, સર ટી હોસ્પિટલ સંકૂલમાં સેવા કરતી સદવિચાર સેવા સમિતિ સહિતની અનેક અનેક સંસ્થાઓ સાથે બૃહદ સેવા ભાવે સક્રિય હતા. તેઓ ચંદાભાઇ નામથી ભારે લોકપ્રિય હતા. તેમના પરિવારના ડો. તેજસ દોષીએ કહ્યું કે તેઓ એક એવા સમાજસેવક હતા કે તેઓ પોતે અપંગ હોવા છતાં તેમણે બીજા કોઇને અપંગ બનવા દીધા નથી.

આજે સાંજે 6 વાગ્યે તેમની અનંતયાત્રા નીકળી હતી. તેઓ ભાવનગરના અમર સેવાભાવીઓમાંના એક છે.

અન્ય સમાચારો પણ છે...