આવતી કાલથી ધો.12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષાનો આરંભ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.14 ફેબ્રુઆરીને શુક્રવારથી ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાનો આરંભ થવાનો છે ત્યારે ભાવનગર જિલ્લામાં કુલ 6,039 પરીક્ષાર્થીઓ આ પરીક્ષા માટે નોંધાયા છે. શહેર-જિલ્લામાં કુલ 16 કેન્દ્રો ખાતે આ પરીક્ષા લેવામાં આવશે.

ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 16 પરીક્ષા કેન્દ્રો છે જેમાં ભાવનગર શહેરમાં એમ.કે.જમોડ હાઇસ્કૂલ, દક્ષિણામૂર્તિ વિનયમંદિર, બી.એમ.કોમર્સ હાઇસ્કૂલ, આર.કે.ઘરશાળા, બી.એન.વિરાણી હાઇસ્કૂલ, સ્વામિનારાયણ હાઇસ્કૂલ(સરદારનગર), ઝેડ.કે.મેંદપરા માધ્યમિક શાળા(સરદાર પટેલ સંસ્થા) જ્ઞાનમંજરી હાઇસ્કૂલ, ફાતિમા કોન્વેન્ટ હાઇસ્કૂલ (ઘોઘા રોડ) , સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ(જેલ રોડ) અને કેપીઇએસ ઇંગ્લિશ સ્કૂલનો સમાવેશ થાય છે. આ .પરાંત તળાજામાં સરકારી માધ્યમિક શાળા(ગોપનાથ રોડ) અને માનકુંવરબા હાઇસ્કૂલ તેમજ મહુવામાં શેઠ એમ.એન. હાઇસ્કૂલ, મંગલમૂર્તિ વિદ્યાલય અને નૂતન વિદ્યાલયનો સમાવેશ થાય છે તેમ ભાવનગરના ઝોનલ અધિકારી પ્રતિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતુ. ઝોનલ કચેરી એક માત્ર ભાવનગર ડીઇઓ ખાતે કાર્યરત રહેશે. જેનું સમગ્ર નિરીક્ષણ ડીઇઓ એન.જી.વ્યાસ કરશે.
આ પ્રાયોગિક પરીક્ષાના નિયત કેન્દ્રોમાં સીસીટીવી અને જરૂરી ભૌતિક સુવિધાવાળી પ્રયોગશાળા હશે.

દિવસ દરમિયાન બેચદીઠ 20 વિદ્યાર્થીઓ મુજબ બે બેચમાં પરીક્ષા લેવામાં આવશે.
લેબમાં NCERT પ્રમાણેના સાધનો હોવા ફરજિયાત છે.

સીસીટીવી સજ્જ લેબમાં 6,039 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
અન્ય સમાચારો પણ છે...