તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ભેજવાળા વાતાવરણ વચ્ચે 12 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે : પતંગ-દોરાની છેલ્લે છેલ્લે ઘરાકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તારીખ 14 જાન્યુઆરીને મંગળવારે સૌરાષ્ટ્રના ભાવનગર સહિતના દરિયાઇ વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાં પવન 15 કિલોમીટરની ઝડપ રહેશે તેવી આગાહી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આથી પતંગ રસિયાઓ માટે મકરસંક્રાંતિના પર્વે પવન દેવતા મહેરબાન રહેશે તેમ કહી શકાય. સાંજના સમયે પવનની ઝડપ વધી પણ શકે તેવી આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં થોડી ભેજવાળી હવા રહેશે તેમ પણ આગાહીમાં જણાવાયું છે. આજે સોમવારે બપોર બાદ પતંગ અને દોરામાં ખૂબજ ઘરાકી નીકળી હતી.

હવામાન ખાતાની આગાહી મુજબ સવારે 3થી8 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આમ પવનની ગતિ ઓછી હોવાથી રસિયાઓએ ઠુમકા મારવા પડશે.

સોમવારે વાતાવરણમાં પલ્ટો આવતા લોકોને દિવાળી, નવરાત્રિની જેમ વરસાદ ઉતરાણ પણ બગાડશે એવી ભીતિ ઊભી થઈ છે. જોકે વરસાદ-માવઠુ થવાની શકયતા નથી.

સોમવારે બપોર બાદ પતંગ-દોરી લાડુ-ચીક્કીની ખરીદી નીકળતા શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સૂર્યના ભ્રમણને કારણે મકરસંક્રાંતિની ગણતરી 14 જાન્યુઆરીએ થાય છે
 ધન રાશિમાંથી મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ અને ઉત્તરાયણની શરૂઆત મિત્ર ભાવે ગુરૂ અને સૂર્ય પોતપોતાનું ભ્રમણ શરૂ કરે તે ઉત્તમ ગણાય તેથી મકરસંક્રાંતિનું મહત્ત્વ મહિમા અનેરો છે. હિંદુ તહેવારો ભારતના ઋષીમુનીઓએ આપેલી કાળગણના આધારે નક્કી થતા હોય છે. પણ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એ ગુજરાતી મહિનામાં અધિકા માસમાં િદવસોની વધઘટ આવે છે જ્યારે અંગ્રેજી મહિના પ્રમાખે 14 જાન્યુઆરીની સચોટ ગણતરી હોવાથી આ એકમાત્ર તહેવાર અંગ્રેજી મહિના પ્રમાણે ઉજવાય છે. પૂ.સીતારામબાપુ, અધેવાડા આશ્રમ

ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા માટે હેલ્પલાઈન નંબર
Á 9824913912 Á 9998151626 Á 9879717775 Á 9157109109

ઐતિહાસિક મહત્વ
ગંગાપુત્ર ભીષ્મ છ મહિના સુધી બાણ શય્યા પર સુતા હતા તેમણે નક્કી કર્યું હતુ કે જ્યારે સૂર્યનો મકર રાશીમાં પ્રવેશ થાય ત્યારે જ હું મારો દેહ છોડીશ અને આ દિવસ એટલે પુણ્યકાળ તરિકે પણ ઓળખાય છે.

જોકે સવારમાં હવાની ગતિ ઓછી હોવાથી ઠુમકા મારવા પડશે
રામાયણમાં પતંગનો ઉલ્લેખ
રામાયણમાં તુલસીદાસજીએ ચોપાઈમાં રામ ભગવાન પતંગ ઉડાડે છે તેની પરિકલ્પના રજુ કરી છે. રામ એક દિન ચંગ ઉડાઈ ઈન્દ્ર લોક મે પહોંચી જાય (ચંગ એટલે પતંગ)

પતંગ ચડાવવાથી સૂર્ય સામે નજર
મકરસંક્રાંતિએ સૂર્યનું તેજ સવિશેષ હોય છે. આથી આ િદવસે પતંગી ચડાવીએ ત્યારે મોટે ભાગે પવનની દિશા સૂર્ય સામે મોઢુ રહે તે જ હોય છે. આ દિવસે સતત સૂર્ય સામે જોવાથી આંખોનું તેજ વધે છે. આથી મકરસંક્રાંિતએ પતંગ ચડાવવાનું મહત્વ છે.

સોમવારે બપોર બાદ પતંગ-દોરીની ઘરાકી નીકળતા ઠેર-ઠેર ટ્રાફીક જામ
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય એને મકર સંક્રાતિ કહે છે
સૂર્યનો ઘન રાશિમાં પ્રવેશ થાય ત્યારે ઘનારક કહેવાય છે. અને સૂર્યનો મીન રાશીમાં પ્રવેશ થાય ત્યારે મીનારક કહેવાય છે. આ સમયગાળાને કમુરતા કહે છે. પણ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય ત્યારે મકર સંક્રાંતિના નામે ઓળખીયે છીએ અને આ મકર સંક્રાંતિ એટલે જ ઉતરાયણ સૂર્યનું અને મકરનું મિલન દિવ્ય ગણાય છે. રમેશભાઈ શુક્લ, કાલભૈરવ મંદિર, પાલિતાણા

પરંપરાનાં લીધે જ ઉત્તરાયણ 14મી. જાન્યુ.એ ઉજવાય છે
 વર્ષો જૂની પરંપરા નાં લીધે મકર સંક્રાંતિ ૧૪ જાન્યુઆરી એ ઉજવવામાં આવે છે. કોઈપણ ગ્રહ નો રાશિમાં પ્રવેશ સંક્રાંતિ તરીકે ઓળખાય છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ મકરસંક્રાંતિ તરીકે ઓળખાય છે. દર ૧૦૦ વર્ષે રાશિ ચક્ર બદલાતું હોવાથી સ્વામી વિવેકાનંદ નાં સમય માં ઉત્તરાયણ ૧૨ મી જાન્યુ. એ ઉજવાતી હતી. અત્યારે એ ૧૪ મી જાન્યુ. ઉજવવામાં આવશે. સૂર્ય ધીરે ધીરે પૃથ્વીની નજીક આવી રહ્યો છે ત્યારે વર્ષો બાદ ઉત્તરાયણ ૧૫ મી. જાન્યુ એ ઉજવાશે. આ વર્ષે ઉત્તરાયણ નો પુણ્ય કાળ ૧૫ મી એ રાત્રે ૨.૦૮ કલાકે આવતો હોવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સુધીમાં દાન કરી શકાશે. આશિષ રાવલ, જાણીતા જ્યોતિષ

ગુજરાતી મહિના ચંદ્રના ભ્રમણ પર છે, ઉતરાણ અંગ્રેજી તારીખ મુજબ
બ્રહ્માંડના ગ્રહોની ભ્રમણ કક્ષા, ગતિ િનશ્રીત કરી આપેલ છે. જે મુજબ સૂર્યના ભ્રમણ માટે બાર રાશિ નક્કી થયેલી છે. ચંદ્ર એક રાશિમાં સવા બે દિવસ અને સૂર્ય એક રાશિમાં એક મહિનો રહે છે. ગુજરાતી મહિનાઓમાં ચંદ્રના ભ્રમણ મુજબ હોય છે જ્યારે સૂર્યનું ભ્રમણ અંગ્રેજી મહિના મુજબ થક્કી થતું હોય મકરસંક્રાંતિનો એકમાત્ર િહન્દુ તહેવાર એ અંગ્રેજી મહિનાની 14 જાન્યુઆરીએ લીધેલ છે.

ઉત્તરાયણ માં PGVCL દ્વારા વીજ સેવા યથાવત્
ઉત્તરાયણ માં તમામ સરકારી અને ખાનગી કંપની માં રાજા હોય છે ત્યારે પર્વ માં વીજ પુરવઠો ન હોવાથી રંગ માં ભંગ ન પડે તે માટે વીજ કંપની દ્વારા શહેરના તમામ એ તમામ ફોલ્ટ સેન્ટરો માં પહેલેથી રહેલ ચાર જણ નાં સ્ટાફ ઉપરાંત બીજા ચાર જણ નો સ્ટાફ મૂકવામાં આવશે. જેઓ 6 થી 2 અને 2 થી 10 એવા સ્લોટ માં ફરજ બજાવશે. વીજ પુરવઠા અંગેની ફરિયાદો માટે ફોલ્ટ સેન્ટર નો સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો