ચોમાસામાં નુકશાનને અટકાવવા પાણી પહેલા પાળ બાંધવા તંત્ર દ્વારા કવાયત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલેકટર કચેરી ખાતે પ્રિમોન્સૂન અંગે કરવાની થતી કામગીરી બાબતે જિલ્લા કક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસામાં જાન-માલના નુકસાનને અટકાવી શકાય તે હેતુથી આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું .

આ બેઠકમાં કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થાય તે માટે વહેણના બ્લોકેજ દુર કરવા, જર્જરીત મકાનો રીપેરીંગ કરવા, જોખમી વૃક્ષો દૂર કરવા, રોડ રસ્તાઓ પુલો અંડર પાસ તેમજ વિજ થાંભલાઓ રીપેરીંગ કરવા અથવા દુર કરવા,રીલીફ અને રેસ્ક્યુ ટીમની રચના કરવી, ડેમોની યોગ્ય ચકાસણી તેમજ મરામત કરવી, નીચાણવાળા વિસ્તારો તેમજ જયાં પાણી ભરાવાની શક્યતા છે તેવા ગામોમાં લોકોનું હંગામી સ્થળાંતર કરાવવું, પરિવહનની યોગ્ય વ્યવસ્થા કરવી, દવા તેમજ રસીનો યોગ્ય અનામત જથ્થો રાખવો, જિલ્લાની તમામ કચેરીઓએ GSWAN નેટવર્ક સાથે જોડાઈ જવું વગેરે મુદ્દા ઉપર ભાર આપીને તાકીદે આ દિશામાં કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી .આ બેઠકમાં વિવિધ ખાતાઓ દ્વારા કરવામાં આવેલ પ્રિમોન્સૂન કામગીરી અંગેના પ્રિ-પ્લાનની માહિતી મેળવી હતી.તેમજ કરવાના રહેતાં બાકી કામો સત્વરે પુર્ણ કરવા સુચના આપી હતી.વધુમાં તંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે 24×7 કાર્યરત એવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની રચના પણ કરવામાં આવેલ છે .જેના ફોન નંબર 0278-2521554 / 55 છે.કોઈ પણ નાગરિક કુદરતી આપદા વખતે ઉપરોક્ત નંબર થકી તત્કાલ મદદ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...