તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓવરફ્લો થવામાં પોણા ત્રણ ફુટ બાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ત્રણ જળાશયો પૈકીના એક બોરતળાવની સપાટી 41.7 ફૂટના આંકે આંબી જતા છ વર્ષના લાંબા સમયગાળા બાદ બોરતળાવની સપાટી 40 ફૂટને વટાવી જતાં શહેરમાં આનંદોત્સવ છવાઇ ગયો છે. હવે બોરતળાવ છલક સપાટીથી માત્ર અઢી ફૂટ જ દુર છે. બીજી બાજુ શેત્રુંજી ડેમની સપાટી 31.4 ફૂટના આંકે અને ખોડિયાર તળાવની સપાટી 18 ફૂટના આંકે આંબી ગઇ છે.

ભાવનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા બોરતળાવની સપાટી ભારદવા માસના શહેરમાં થયેલા અનરાધાર વરસાદથી નોંધપાત્ર પ્રમાણમાં વધી છે. ભીકડા કેનાલમાંથી આવક વધતા આજે બોરતળાવની સપાટી રાત્રે 41.7 ફૂટને આંબી ગઇ હતી. 44 ફૂટે છલકાતા આ તળાવને ઓવરફ્લો થવામાં હવે માત્ર અઢી ફૂટનું જ આડું રહ્યું છે. બોરતળાવ અગૌ વર્ષ 2013માં સપ્ટેમ્બર માસમાં ઓવરફ્લો થયેલું તે હવે છેક 6 વર્ષે એટલે કે 2191 દિવસ બાદ આ તળાવ 40 ફૂટને પાર થયું છે. શહેરમાં આ વર્ષે 1131 મી.મી. એટલે કે 45.24 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ત્યારે બોરતળાવ પણ 42 ફૂટની સપાટીએ આંબવા આગળ વધી રહ્યું છે. ખોડિયાર તળાવની સપાટી પણ 28 ફૂટના આંકે આંબી ગઇ છે. જેની છલક સપાટી 30.6 ફૂટ છે. તો સૌરાષ્ટ્રના સૌથી મોટા જળાશય શેત્રુંજી ડેમની સપાટી 30.4 ફૂટને આંબી ગઇ છે. આ ડેમમાં રાત્રે 3138 ક્યુસેક પાણીની આવક શરૂ હતી. ગુજરડા અને ખારો ડેમના જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી શેત્રુંજી ડેમમાં પાણીની આવક થઇ રહી છે.

2191 દિવસે બોરતળાવની સપાટી ફોર્ટી પ્લસ પર

બોરતળાવ છલક સપાટીએ
ડેમની સપાટી

જળાશય છલક સપાટી હાલની સપાટી
શેત્રુંજી ડેમ 34.0 ફૂટ 30.4 ફૂટ

બોરતળાવ 44.0 ફૂટ 41.7 ફૂટ

ખોડિયાર તળાવ 30.6 ફૂટ 28.0 ફૂટ

અન્ય સમાચારો પણ છે...