તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળા વીજ કચેરીના ગાર્ડને મળી જાનથી મારી નાખવાની ધમકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 11 જાન્યુઆરી

ધોળા ખાતે આવેલ પેટા વિભાગીય કચેરી પીજીવીસીએલ ના સીકયુરીટી ગાર્ડને બોલેરો ગાડી ભાડે મુકવા બાબતે અગાઉના ઝઘડાની દાજ રાખી ગાર્ડને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

ફરિયાદી હેમંતભાઇ પાંચાભાઇ ઢીલા આહીર( રહે. પરવાળા,તા.ઉમરાળાા) ધોળા પેટા વિભાગીય કચેરી પીજીવીસીએલમાં સીકયુરીટી તરીકે ફરજ બજાવતા હોય ગત તા.4/1/2020 ના રોજ અલમપરના ભદ્રેશસિંહ મંગળસિંહ ગોહિલ પોતાના બાઇક પર ધારીયું લઇને ધોળા વીજ કચેરી ખાતે આવેલ અને ફરિયાદીના નામ જોગ ગાળો બોલી,ધારીયું બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ. જો કે તે વખતે ફરિયાદી હાજર ન હોય નાયબ ઇજનેર તથા સ્ટાફે તેઓને સમજાવતા તેઓ જતા રહયા હતા. જે અ઼ગે ફરિયાદીએ રજીસ્ટર એ.ડી.થી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાો મોકલી આપેલ. બાદમાં ભદ્રેશસિંહે અવાર નવાર તેના મોબાઇલમાં ફેસબુક દ્વારા હિન્દુ-મુસલીમ સમાજમાં તકરાર ઉભી થાય અને અન્ય સમાજની લાગણી દુભાય તેવી પરિસ્થીતી .ભી કરેલ.અને મનઘડીત આક્ષેપો કર્યા હતા.અને મારમારવાની ધમકી આપતા વીડીયો વાયરલ કર્યા હતા.અને ગ઼ભીર પ્રકારના આરોપી હોઇ તે રીતે ફરીયાદીને બદનામ કરવાની કોશીષ કરેલ છે. ગતતા.9/1/2020 ના ફરિયાદી તેમના ઘરે હાજર હતા.તે વખતે તેમના મોબાઇલ ફોનમાં આરોપી ભદ્રેશસિંહે તેમના મોબાઇલ ન઼બર 9429297903 પરણી 4-5 વખત ફોન કરી ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તા.10/1/2020 ના રોજ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. આરોપીની બોલેરો ગાડી નંબર જી.જે.04.એ.ટી.-3653 અગાઉ પીજીવીસીએલ કચેરીમાં કોન્ટ્રાકટ બેઝ ઉપર હોય જે ગાડી તેઓએ 7 મહિના પહેલા વેચી નાખી હોવા છતાં અધીકારીને લેખીતમા઼ એવું જણાવેલ છે કે આ ગાડી રીપેરીંગમાં છે. જે અંગેનો કચેરીમાં પ્રશ્ન હોય જેની દાઝ રાખી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપયાની ફરીયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો